Charotar Sandesh
ઈન્ડિયા

મૂર્તિ માટે પૈસા છે, ગરીબો માટે નહિઃ બોમ્બે હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર….

ફાળવેલા રૂપિયા નહિ આપવામાં આવે તો અધિકારીઓની પરેડ કરીશુ…

મુંબઇ : મુંબઈની વાડિયા હોસ્પિટલમાં ફંડની અછતને લીધે દર્દીઓની હાલતથી પરેશાન થઈને બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, સરકાર પાસે ડૉ.બીઆર આંબેડકરની મૂર્તિ બનાવવા માટે પૈસા છે પણ ગરીબો અને મિડલ ક્લાસ લોકો માટે ખર્ચ કરવા પૈસા નથી, જેઓ સ્ટાર હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે એમ નથી.
રાજ્ય કેબિનેટે આંબેડકર મેમોરિયલ પ્રોજેક્ટ માટે બજેટ ૩૦૦ કરોડથી વધારીને ૧૦૭૦ કરોડ કરી દીધું છે. આ મૂર્તિની ઊંચાઈ ૧૦૦ ફૂટ વધારીને ૩૫૦ ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પર જસ્ટિસ સત્યરંજન ધર્માધિકારી અને રિયાજ ચાગલાની બેંચે કહ્યું કે, આ મૂર્તિ માટે પૈસા છે, પણ તે લોકો જેમની વાત આંબેડકર કરતા હતા, તેઓ મરી શકે છે. તેમને મેડિકલ સુવિધાની જરૂર છે કે મૂર્તિની?

કોર્ટ એક જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી, જે રાજ્ય અને બીએમસીને નવરોજી વાડિયા મેટરનિટી હોસ્પિટલ અને બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનને ગ્રાન્ટ આપવા માટે દાખલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, નાણાકીય વિભાગે ૨૪ કરોડ રૂપિયાની ફાળવણી કરે છે જેને ૩ અઠવાડિયામાં આપી દેવામાં આવશે. જેને બહાનુ ઠરાવતા જસ્ટિસ ધર્માધિકારીએ કહ્યું કે, તેને આપવામાં ૩ મહિના લાગી જશે. કોર્ટે આદેશ આપ્યો છે કે શુક્રવારના રોજ પૈસા રીલિઝ કરી દેવામાં આવે. જો આવું કરવામાં સરકાર અસફળ રહી તો રાજ્યના મુખ્ય સચિવથી લઈને ડેપ્યુટી સચિવ સુધી દરેકની કોર્ટમાં પરેડ કરાવવામાં આવશે. જજોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમની પાસે યોજનાઓના ઉદ્ઘાટન માટેનો સમય છે, જે પુલ હજુ બન્યો જ નથી તેના ઉદ્ધાટન માટે સમય છે.

Related posts

ફાની વાવાઝોડુઃ આૅડિશામાં વડાપ્રધાને હવાઇ સર્વે કર્યો,૧૦૦૦ની મદદ જાહેર કરી

Charotar Sandesh

વડાપ્રધાન મોદીની સંપત્તિ વધીને ત્રણ કરોડને પાર

Charotar Sandesh

નાગરિકતા કાયદા મામલે રાહુલ-અમિત શાહ આમને-સામને…

Charotar Sandesh