Charotar Sandesh
વર્લ્ડ

મૂળ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકે કોરોનાની ચાર એન્ટી વાયરસ દવાઓ શોધી…

ઇટલી,ચીન,રશિયા અને જાપાનથી અસ્થાઇ મંજૂરી મળી…

USA : કોરોનાની દવા અને વેક્સિનનેલઈને આખી દુનિયા તેના પર કામ કરી છે. અમુક દવાઓ અને વેક્સિને કોરોનાને માત આપવા માટે આશાઓ પણ જગાવી છે. અમેરિકાની મિસૌરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિક કમલેંદ્ર સિંહે એવી ચાર એન્ટી વાયરસ દવાઓ શોધી છે, જે કોરોના સામે કાગવડ નીવડી શકે છે. આ દવાઓને ઈટલી, ચીન, રશિયા અને જાપાનથી અસ્થાઈ મંજૂરી પણ મળી ગઈ છે. તેની સાથે જ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને પણ તેને મંજૂરી આપી દીધી છે. કમલેંદ્ર સિંહે જણાવ્યું કે યાદ રાખજો આ કોરોનાની અંતિમ દવા નથી. એન્ટી કોરોના વાઈરસ દવાની શોધ ચાલું જ છે. તેમની આ શોધને પૈથોજેન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

મિસોરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિક કમલેંદ્ર સિંહનું કહેવું છે કે કોરોના વાયરસની સંરચનાને સમજ્યા પછી જ અમે સુપર કોમ્પ્યુટરની મદદ લીધી. કંમ્યૂટર એડેડ ડ્રગ ડિઝાઈન ટેકનિક, બાયોઈર્ન્ફોમેટિક્સ ટૂલ અને મૉડલિંગનો ઉપયોગ કરીને જાણી શકાયું કે અમારી ચારેય દવાઓ કોરોના સામે પ્રભાવી બની શકે છે. રેમેડીસિવર અને ફેવીપિરવીર પરીક્ષણોમાં છે. પ્રારંભિક પરિણામોથી જાણી શકાયું છે કે તે કોરોનો સંક્રમણના રોગીઓને સ્વસ્થ કરવામાં મદદરૂપ બની શકે છે. અમે પોતાની શોધમાં જે દવા બતાવી છે, તે પહેલાથી જ જ્ઞાત હતી. આ દવાઓને વિભિન્ન વાયરસના આરએનએ પોલીમરેજ એન્ઝાઈમને રોકવા માટે જાણીતી હતી.

આ ચારેય દવાઓ એન્ટીવાયરસ દવાઓ છે, જે વિવિધ વાયરસ સામે અસરકારક છે. પરંતુ કોરોના વાયરસ સામે તેમની સફળતાનો દર ૧૦૦ ટકા નથી. એન્ટી કોરોના વાયરસ દવા માટે હાલમાં વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે. અપેક્ષા રાખવામાં આવે છે કે એન્ટી-કોરોના વાયરસની દવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

  • Nilesh Patel

Related posts

સ્પેનમાં ભયાનક જ્વાળામુખી ફાટ્યો : લાવાના પ્રવાહે એપી ૨૧૨ રસ્તાને કાપી નાંખ્યો

Charotar Sandesh

૨૦૨૪માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાના ડોનાલ્ડ ટ્રમ્પના સંકેત…

Charotar Sandesh

કોરોના સંકટ : અમેરિકામાં ૨૪ કલાકમાં જ ૧૪૮૦ લોકોના મોતથી હાહાકાર…

Charotar Sandesh