Charotar Sandesh
વર્લ્ડ

મેક્સિકોમાં કોરોના રસી લીધા બાદ મહિલા ડોક્ટર આઇસીયુમાં દાખલ…

મેક્સિકો : મેક્સિકોમાં એક ડૉકટર અમેરિકન કંપની ફાઇઝરની કોરોના વાયરસ રસી લગાવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડી ગઇ અને તાત્કાલિક આઇસીયુમાં દાખલ કરવા પડ્યા છે. ડૉકટરને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પીડિત મહિલા ડૉકટરને ઇન્સેફેલોમાયેલીટિસથી પીડિત હોવાની આશંકા છે. વેક્સીન લગાવ્યા બાદ બીમાર ડૉકટર પોતાને ખૂબ જ નબળાઇ મહેસૂસ કરી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના એક ૩૨ વર્ષના મહિલા ડૉકટરે ફાઇઝરની કોરોના વાયરસ રસી લીધી હતી. તેમણે વેક્સીન લીધાના અડધા કલાકની અંદર જ શરીર પર ચક્કામા, શરીરમાં નબળાઇ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ આઇસીયુમાં દાખલ કરાયા છે. ડૉકટરને જ્યારે વેક્સીનનું રિએકશન આવ્યું એ સમયે તેઓ રસી મૂકનારના ઓબ્ઝર્વેશનમાં જ હતા. હવે તેમની સારવાર ચાલી રહી છે.
મંત્રાલયે કહ્યું કે ડૉકટરની હવે ઇન્સેફેલોમાયેલીટિસની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે વિશેષ ડૉકટરોની મદદથી તેમની સારવાર ચાલી રહી છે. તેમના મગજમાં સોજો છે જેને ઓછો કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
અત્યાર સુધી ફાઇઝરની રસી મૂકાવા પર કોઇપણ વ્યક્તિમાં આ પ્રકારનું રિએકશન દેખાયું નથી. આની પહેલાં અમેરિકાના કેલિફોર્નિયામાં ફાઇઝરની કોરોના વાયરસ વેક્સીન લગાવ્યાના એક સપ્તાહ બાદ જ એક સ્વાસ્થ્યકર્મી કોરોના પોઝિટીવ આવ્યો હતો. મેથ્યુ ડબ્લ્યુ નામનો સ્વાસ્થકર્મી બે જુદી-જુદી હોસ્પિટલોમાં નર્સનું કામ કરે છે. આ નર્સે ૧૮ ડિસેમ્બરે કોરોના વાયરસની રસી લીધી હતી અને ફેસબુક પર પણ પોસ્ટ કરીને તેની માહિતી પણ આપી હતી. સ્વાસ્થ્યકર્મીએ કહ્યું હતું કે રસી લીધા બાદ તેની કોઈ આડઅસર નથી.

Related posts

અમેરિકામાં કોરોના વાયરસનું તાંડવઃ ૨૪ કલાકમાં ૧૮૦૦થી વધુના મોત…

Charotar Sandesh

નવા વર્ષની ઉજવણીમાં ભંગ : અમેરિકાના ઓમાહામાં ફાયરિંગ, બે લોકોના મોત…

Charotar Sandesh

ભારતીય નૌસેનાને જુલાઇ માસમાં અમેરિકાથી ૩ MH-60 રોમિયો હેલિકોપ્ટર મળશે…

Charotar Sandesh