Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

‘મેડ ઈન ચાઈના’માં ગુજરાતી ગરબાનું સોંગ હશે

રાજકુમાર રાવ અને મૌની રોય સ્ટારર ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મમાં ટ્રેડિશનલ ગુજરાતી ફોક સોંગ હશે. નેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ડિરેક્ટર મિખિલ મુસળે આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. મિખિલ મુસળેએ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ ડિરેક્ટ કરી હતી જેના માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. મેકર્સે આ સોંગને લીડ રોલને વધુ સિરિયસલી બતાવી શકાય તે માટે અને લોકો તેની સાથે જાડાઈ શકે તે માટે રેકોર્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સોશિયલ કોમેડી ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.
ગુજરાતી સોંગ ‘ઓઢણી ઓઢું’નું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં ત્રણ દિવસ માટે થશે. આ સોંગના કોરિયોગ્રાફર વિજય ગાંગુલી છે. આ એક ‘ફન’ ગુજરાતી ગરબા નંબર હશે.
‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ મહેનતુ ગુજરાતી કપલ ‘રઘુ અને રુકમણી’ની છે. જે ચાઇનમાં પોતાનું નામ રોશન કરવા માટે રેડી હોય છે. ફિલ્મમાં રઘુ અમદાવાદના છોકરો છે જેની સાથે મૌની રોય એટલે કે રુકમણી લગ્ન કરે છે. રુકમણી મુંબઈની હોય છે. ફિલ્મમાં રાજકુમાર અને મૌની રોયની સાથે બોમન ઈરાની પણ લીડ રોલમાં છે.

Related posts

વડાપ્રધાન મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાત આવે તેવી શક્યતાઓ

Charotar Sandesh

લોકડાઉન ૨.૦ બાદ બોલિવૂડ ને લગભગ ૧૦૦૦ કરોડથી વધારેનું નુકશાન…

Charotar Sandesh

જ્હાન્વી કપૂરે ‘રૂહ-અફ્ઝા’નું શૂટિંગ પૂર્ણ કર્યું…

Charotar Sandesh