નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા હાલ બધી સ્પોર્ટ ટુર્નામેન્ટ્સ મુલતવી અને રદ કરવામાં આવી છે. જેના કારણે ખેલાડીઓ ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહેવા લાગ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, કે.એલ.રાહુલ સહિત ટીમ ઈન્ડિયાના કેટલાય ખેલાડીઓ સોશિયલ મીડિયા પર લાઇવ ચેટના માધ્યમથી ફેન્સ સાથે જોડાઈ રહ્યા છે.
આ જ ક્રમમાં રોહિત શર્માએ તાજેતરમાં ફૂટબોલથી જોડાયેલ એક લીગના ફેસબુક પેજ પર લાઈવ આવીને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિતે કહ્યું કે જ્યારે તે ૨૫ અથવા ૨૬ વર્ષનો હતો ત્યારે ટીમમાં ઘણા સીનિયર ખેલાડીઓ હતા. જે દોડવાનું પસંદ નહોતા કરતા અને તેમને એવી પોઝિશન પર ઉભા કર્યા જ્યાં તેમને દોડવું પડતું હતું.
રોહિત શર્મા અહિં કોઈ ક્રિકેટ મેચની નહીં પરંતુ ફૂટબોલ મેચને લઈ વાત કરી રહ્યો હતો. જે વર્ષ ૨૦૧૩માં ક્રિકેટર્સ અને બોલિવૂડ સેલિબ્રિટિઝ વચ્ચે ચેરિટી મેચ રમાઈ હતી. રોહિતે કહ્યું કે તે સમય તે ૨૫ અથવા ૨૬ વર્ષનો હતો અને ટીમમાં યુવરાજ સિંહ અને ધોની જેવા સીનિયર ખેલાડીઓ હતા. જેમને દોડવું વધુ પસંદ ન હતું. ઉપરાંત રોહિતે કહ્યું કે ઇજાની સારવાર બાદ તે વાપસી માટે તૈયાર હતો. પરંતુ કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા એવું ન થઈ શક્યું અને હવે તેને નેશનલ ટીમમાં વાપસી કરતા પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની રહેશે.