Charotar Sandesh
ગુજરાત

યોગા દિવસે લોકોએ ઘરમાં જ કર્યા યોગ, કરી ઉત્સાહપૂર્ણ ઉજવણી…

અમદાવાદ : આજે વિશ્વ યોગ દિવસ છે. જેની ઊજવણી દેશ સહિત વિશ્વભરમાં થઈ રહી છે. યોગના લીધે ઘણા બધા રોગ મટી જાય છે. ચિંતાઓ અને માનસિક તણાવ દૂર થાય છે. આંતરિક અને બાહ્ય સુંદરતા માટે પણ યોગ જરૂરી હોય છે. હાલ આખું વિશ્વ ચીનથી ફેલાયેલ જીવલેણ મહામારી કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. ત્યારે આ પરિસ્થિતિઓમાં પણ ગુજરાતના વિવિધ શહેરોમાં લોકોએ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી. અમદાવાદની વાત કરીએ તો લોકોએ ઘરમાં રહી યોગા કરી યોગ દિવસની ઉજવણી કરી છે. રાજકોટ જિલ્લાના કાગવડના ખોડલધામ મદિરમાં પણ વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. અહીં મદિરમાં જ માં ખોડલના સાંનિધ્યમાં યોગ કરવામાં આવ્યા હતા.
અને સાથે શ્રધ્ધાળુઓને આ યોગનો લાભ મળે તે માટે ઓનલાઈન યોગ શિબિરનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. અહીં યોજાયેલ યોગ શિબિરમાં ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરી લોકો દ્વારા ઉજવણી કરાઈ છે. કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં પણ લોકોએ યોગ દિવસની ઉજવણી કરી. સુરતના યોગ ટ્રેનર દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ જેમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઇન જોડાયા હતા. યોગ દિવસ નિમિત્તે જાણીતા યોગ ગુરુ બાબા રામદેવે પણ હરિદ્વારમાં યોગાસન કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
આપણે જણાવી દઈએ કે દુનિયાભરમાં આજે છઠ્ઠા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે કોરોના સંકટને લઈ લોકો ડિજિટલ માધ્યમથી યોગ દિવસ ઉજવી રહ્યા છે. પોતાના ઘરે જ લોકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગએ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખાસ જરૂરી છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સામે રક્ષણ આપવા માટે યોગ ખાસ ભૂમિકા ભજવી શકે છે. કારણ કે યોગ કરવાથી શરીરમાંથી મોટાભાગના ઝેરી તત્વો બહાર નીકળે છે. યોગની શ્વાસો શ્વાસની ક્રિયા કોરોના સામે શરીરને તૈયાર કરે છે અને મજબૂત બનાવે છે.

Related posts

વડાપ્રધાનના હવાઇ સર્વે મુદ્દે ભરતસિંહ સોલંકી-પ્રદિપસિંહ જાડેજા આમને-સામને…

Charotar Sandesh

સીએએના વિરોધની અસર પતંગ બજાર પર પડી, ૪૦ ટકા ધંધો ઓછો થયો…

Charotar Sandesh

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ BJP ૩૯ બેઠકો પર થયું બિનહરીફ…

Charotar Sandesh