Charotar Sandesh
ગુજરાત

રાજય સરકારનો મહત્વનો નિર્ણય : હવે સરકારી કચેરીમાં 10 મીનીટ મોડા આવનારની રજા ગણી લેવાશે…

કર્મચારી ૧૦ મિનિટ પણ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણવામાં આવશે…

સાંજે ૬ પહેલા ઓફિસ છોડશે તો કાર્યવાહી કરાશે…

ગાંધીનગર : કોરોનાની બીજી લહેર કંટ્રોલમાં આવી ગઈ છે. સરકારે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે સરકારી અને ખાનગી ઓફિસોમાં ૧૦૦ ટકા કર્મચારીઓ કામ કરી શકશે એવી સરકારે જાહેરાત પણ કરી છે. ત્યારે કોરોના કાળ પછી સરકારી કર્મચારીઓ કચેરીમાં સમયસર ના આવતા હોવાની રાવ ઉઠી છે. નાણાં વિભાગે સમયસર કચેરીમાં નહીં આવનારા કર્મચારીઓના મુદ્દે એક પરિપત્ર જાહેર કર્યો છે. સચિવાલયના કર્મચારીઓ કચેરીમાં ૧૦ મિનિટ મોડા આવશે કે વહેલા જશે તો અડધા દિવસની રજા ગણાશે. આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓએ ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે.
સરકારના નાણાં વિભાગ દ્વારા અનિયમિત સરકારી કર્મચારીઓને ડરાવવા માટે કરેલો પરિપત્ર અણધડ રીતે કરાયેલો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમાં જો કોઈ કર્મચારી ત્રણ વખત મોડો આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, પરંતું સતત મોડા આવવા ટેવાયેલા કર્મચારીઓ સામે કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં ભરવાં તેનો કોઈ ઉલ્લેખજ કરવામાં નથી આવ્યો. બીજી તરફ આકસ્મિક સંજોગોમાં કર્મચારીએ મોડા આવવા અથવા વહેલા જવા માટે ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે. પરંતુ જો કોઈ કર્મચારી આ પ્રકારની જાણ ના કરે તો કયા પ્રકારની કાર્યવાહી કરાશે તેનો પણ ઉલ્લેખ નથી. એટલે સરકારના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલ આ પરિપત્ર નહોર વિનાના વાઘ જેવો સાબિત થઈ શકે છે.
આ પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં સવારે ૧૦.૩૦ વાગ્યાથી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. જો.કે કેટલાક કર્મચારીઓ ૧૦.૪૦ પછી કચેરીમાં હાજર થતાં હોય છે. તેમજ સાંજે ૬ વાગ્યા પહેલા જ ઘરે રવાના થઈ જતાં હોય છે. નવા પરિપત્ર પ્રમાણે જો કોઈ કર્મચારી આવા કિસ્સામાં ત્રીજી વખત પકડાશે તો અડધા દિવસની રજા ગણી લેવાશે. તે ઉપરાંત તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સચિવાલયના દરેક કર્મચારીઓની હાજરી માટે કાર્ડ સ્વાઈપ કરવા માંથી મુક્તિ આપવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી રિવ્યૂ મીટિંગમાં કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા નહીં હોવાનું સામે આવ્યું છે. તેથી અધિક મુખ્ય સચિવ દ્વારા આ મામલે કડક પગલા લેવાયા છે. જો કોઈ કર્મચારી એક મહિનામાં બે વાર ૧૦.૪૦ બાદ કચેરીમાં આવશે અથવા સાંજે ૬ પહેલા ઓફિસ છોડશે તો તેના પર કાર્યવાહી કરાશે.

Related posts

રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh

લો બોલો… અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટિંગ કિટના ૧૬ બોક્સની ચોરી થઈ…

Charotar Sandesh

મામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટના : ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો…

Charotar Sandesh