- ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ-લોકાર્પણ
- પંચાયતમાં જ રૂ. ૨૦ની ફી પર આવક સહિતના દાખલા જાતિ પ્રમાણપત્રો મળશે
- રેશનકાર્ડ, આવકનો દાખલા, એફિડેવિટ, સર્ટિફિકેટ જેવી ૨૨ જેટલી સેવાઓ ૮ ઓક્ટોબરથી ગામમાં જ મળી રહેશે
પ્રથમ તબક્કામાં ૧૬૭ તાલુકાની ૨૭૦૦ ગ્રામ પંચાયતમાં અમલ, ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ૮ હજાર ગામને આવરી લેવાશે - વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી-તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે
- ડિજિટલ સેવા સેતુથી રાજ્યના ૧૮ હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે
- અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મી અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્કથી ૨૩ જિલ્લાની ૭૬૯૨ ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ, દરેક સ્ટેટ ડેટા સેન્ટર સાથે કનેક્ટેડ
ગાંધીનગર : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ આગામી ૮ ઓક્ટોબરથી પ્રથમ તબક્કામાં રાજ્યના ૨ હજાર ૭૦૦ ગામડાઓને આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રીએ હવે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતને અગ્રીમ-લીડ લેવા સજ્જ કર્યુ છે.
અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ૨૨ જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, સરરકારે સેવા સેતુનો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારનો પ્રજાજનોને ડિજિટલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.
ડિજિટલ સેવા સેતુને કારણે ગ્રામીણ પ્રજાજનોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે નહીં જવું પડે. ડિસેમ્બર મહિના સુધીમાં વધુ ૮ હજાર ગ્રામપંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે. સીએમે જણાવ્યું કે વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી અને તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રને પણ આપવામાં આવશે.
ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ૮ ઓક્ટોબરથી ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત નાના ગામડાઓમાં ઓનલાઇન સેવાઓ શરૂ કવામાં આવશે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આ કાર્યક્રમથી વચેટિયા પ્રથા બંધ થઇ જશે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહાર નહીં જવુ પડે. ૨ હજાર ગ્રામપંચાયતોમાં ૨૦ સેવાઓ શરૂ થશે. તાલુકા કક્ષા સુધી દાખલો લેવા જવાની જરૂર નહીં પડે.
તદઅનુસાર,ર્ ંટ્ઠંરજ છષ્ઠં ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.
રૂપાણીએ ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિઝીટલ સેવાસેતુમાં અપનાવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે. હાલ ૨૭૦૦ ગામડાઓમાં આ સેવા શરૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ હાલમાં ૨૭૦૦ ગામડાઓમાં શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ગામની બહાર જવાની જરૂર પડશે નહીં. ગ્રામજનોને રેશનકાર્ડ, આવકના દાખલા વગેરેની પ્રીન્ટ હવે ગામમાં જ મળી જશે. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ ૮ ઓક્ટોમ્બરથી શરૂ કરવામાં આવશે. ગ્રામજનોને મ. જેમાં લઘુમતિપ્રમાણ પત્ર, ૭/૧૨ના ઉતારાઓ પણ આ સુવિધામાં સામેલ છે. ૨ હજાર ગ્રામપંચાયતમાં શરૂ થશે આ કાર્યક્રમ અને ૧૬૭ તાલુકાને આ સુવિધાનો લાભ મળશે.
ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં ૧૦૦ સ્મ્ઁજીના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે.
અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ૨૩ જિલ્લાની ૭૬૯૨ ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. એટલું જ નહિ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે.