Charotar Sandesh
ઈન્ડિયા

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર…

ન્યુ દિલ્હી : સદા નવા નવા વિવાદો સર્જતા ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ વડા પ્રદાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ આ પત્ર ટ્‌વીટર પર પણ રજૂ કર્યો હતો.

સ્વામીએ લખ્યું છે, ‘૧૯૪૯ના નવેંબરની ૨૬મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે મતદાન લીધા વિના જન ગણ મન… ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરી દીધું હતું. જો કે તેમણે પણ એ શક્યતા વિચારી હતી કે ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દોમાં ફેરફાર કરી શકતી હતી. વાસ્તવમાં આ ગીત ૧૯૧૨માં ભારત આવેલા બ્રિટનના રાજવીના માનમાં રચાયેલી હતી. નોબેલ પારિતોષિક વિજેતા ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિ આ ગીત પહેલીવાર ૧૯૧૧ ના ડિસેંબરની ૨૭મીએ ગવાયું હતું. આ ગીતમાં વર્ણવાયેલાં ઘણાં સ્થળો હવે ભારતમાં નથી અને ઘણાંના નામ બદલાઇ ચૂક્યાં હતાં. એ સંજોગોમાં આ ગીતના શબ્દોમાં હવે ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરાવવું જોઇએ અને એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવું જોઇએ.’
આ પત્રના અનુસંધાનમાં હજુ કોઇ રાજકીય પક્ષ કે નેતા તરફથી કોઇ પ્રતિભાવ પ્રગટ થયા નહોતા.

Related posts

૧૭૯ દેશોમાં કોરોના વાયરસનો પગપેસારોઃ મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર…

Charotar Sandesh

કોરોના સામેની લડાઈમાં Vaccinationના આંકડા ચિંતાજનક : ૩૦ ટકા લોકોને જ બંને ડોઝ અપાયા

Charotar Sandesh

રેલ્વેમાં ખાન-પાન મોંઘા થયા : ૧૦ રૂ.ની ચાના ૨૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh