બીજી ૧૫ અને ત્રીજી ૨૨ ઓક્ટોબરે થશે…
USA : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૩ નવેમ્બરે થવાની છે. તેના માટે ખૂબ મહત્વની પ્રેસિડેન્શિયલ ડિબેટ વિશે પણ ખુલાસો થઈ ગયો છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમને પડકાર આપતા ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન વચ્ચે પહેલી ડિબેટ ૨૯ સપ્ટેમ્બરે થવાની છે. ત્યારપછી ૧૫ અને ૨૨ ઓક્ટોબર ક્રમશઃ બીજી અને ત્રીજી ડિબેટ કરવામાં આવશે. ચર્ચા માટે ત્રણેય શહેરની પણ પસંદગી કરી લેવામાં આવી છે.
ચર્ચા માટે કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટએ શિડ્યુલ જાહેર કરી દીધું છે. તે પ્રમાણે પહેલી ડિબેટ ૨૯ સપ્ટેમ્બરે ઓહિયોના ક્લીવલેન્ડમાં કરવામાં આવશે. તેનું આયોજન વેર્સ્ટન રિઝર્વ યૂનિવર્સિટી અને ક્લીવલેન્ડ ક્લીનિક મળીને કરશે.
બીજી ડિબેટ ૧૫ ઓક્ટોબરે ફ્લોરિડાના મિયામી અને ત્રીજી ૨૨ ઓક્ટોબરે બેલમોન્ટ યુનિવર્સિટી ટેનેસીમાં થશે. વાઈસ પ્રેસિડેન્શિયલ ડિબેટ ઉટાહની સાલ્ટ લેક સિટીમાં થશે. તેમાં વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ અને તેમના વિરુદ્ધ ચૂંટણી લડનાર ઉમેદવાર ભાગ લેશે. જો બાઈડને અત્યાર સુધી વાઈસ પ્રેસિડન્ટના નામનો ખુલાસો નથી કર્યો.
દરેક ચર્ચા ૯૦ મિનિટની એટલે કે દોઢ કલાકની રહેશે. રાત્રે ૯ વાગે (લોકલ ટાઈમ) શરૂ થશે અને ૧૦.૩૦ સુધી ચાલશે. વ્હાઈટ હાઉસ પુલ નેટવર્ક પર દરેક ડિબેટનું લાઈવ ટેલિકાસ્ટ અને ત્યારપછી તેનું એનાલિસિસ રજૂ કરવામાં આવશે.
- Nilesh Patel