ઓરિસ્સા હાઈકોર્ટના જસ્ટિસે દુષ્કર્મના આરોપીના જામીન મંજૂર કર્યા…
કટક : ઓરિસ્સા હાઈકોર્ટ જસ્ટિસ પાણીગ્રહીએ એક નીચલી કોર્ટનો આદેશ ફગાવી દીધો છે અને દુષ્કર્મના આરોપીની જામીન અરજી મંજૂરી કરતાં કહ્યું છે કે, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો એ દુષ્કર્મ નથી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ૧૯ વર્ષીય આદિવાસી મહિલાની ફરિયાદ પર દુષ્કર્મના આરોપમાં એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ રેકોર્ડ અનુસાર આ યુવક અને તેના ગામની જત યુવતિ વચ્ચે લગભગ ૪ વર્ષ શારીરિક સંબંધ રહ્યાં હતાં. આ દરમિયાન યુવતિ બે વાર ગર્ભવતી બની હતી. બાદમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે યુવકે લગ્નનું વચન આપ્યું હતું અને પોતાની નિર્દોષતાનો ફાયદો ઉઠાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ફરિયાદના અનુસંધાનમાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી, જે છેલ્લા ૬ મહિનાથી જેલમાં હતો. હાઈકોર્ટે ગુરુવારે એ શરત પર યુવકની જામીન અરજી મંજૂરી કરી કે એ તપાસમા સહયોગ કરશે અને કથિત પીડિતાને ધમકી આપશે નહીં. જસ્ટિસ પાણીગ્રહીએ પોતાના ૧૨ પેજ આદેશમાં દુષ્કર્મ કાનૂનો પર વિસ્તારથી ચર્ચા કરી અને કહ્યું કે વગર કોઈ આશ્વાસનથી સહમતીથી પણ સંબંધ બનાવવા સ્પષ્ટ રુપથી આઈપીસીની કલમ ૩૭૬(બળાત્કાર) હેઠળ ગુનો માની શકાય નહીં. આ સાથે જસ્ટિસે એ પણ સ્પષ્ટ કર્યું કે દુષ્કર્મ કાનૂન સામાજિક રુપથી વંચિત અને ગરીબ પીડિતોની દુર્દશા રોકવામાં નિષ્ફળ રહ્યો છે, જ્યાં કેટલાક પુરુષો દ્વારા લગ્નના જૂઠા વચનો આપીને શારીરિક સંબંધો બનાવી લેવામાં આવે છે.