Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીએ સ્થળાંતર મજુરોને બેસહારે છોડ્યા : રાહુલ ગાંધી

બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે મોદી પર પ્રહારો કર્યા…

વડાપ્રધાને દેશની સેનાનું અપમાન કર્યું, મોદીજીના ભાષણ કેવા લાગ્યા? સારા લાગ્યા?

હિસુઆ : બિહારના ચૂંટણી મેદાનમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે. રાહુલ ગાંધીએ નવાદાના હિસુઆમાં રેલીને સંબોધતા ટોણોં મારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ટીકા કરી હતી. રાહુલે લોકોને સવાલ કર્યો હતો કે, નીતીશ કુમારની સરકાર કેવી લાગી? મોદીજીના ભાષણ કેવા લાગ્યા? સારા લાગ્યા?
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ આવે છે અને કહે છે કે ખેડૂતો (Farmers)ની સામે શિશ નમાવુ છું, સેના સામે શિશ ઝુકાવુ છું, મજૂરો સામે શિશ નમાવુ છું, નાના વ્યાપારીઓ (Small Businessman) સામે શિશ નમાવુ છું. પણ ઘરે જઈને અંબાણી-અદાણી (Ambani-Adani)નું કામ કરે છે. પણ આ વખતે બિહારમાં નરેન્દ્ર મોદીને યોગ્ય જવાબ મળશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)નેતા તેજસ્વી યાદવે આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રેલી હતી.
રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં લોકોને પૂછ્યું હતું કે, નીતિશજીની સરકાર તમને કેવી લાગી? મોદીજીનું ભાષણ કેવું લાગ્યું? તેમણે કહ્યું કે જ્યારે બિહારના યુવા સૈનિકો શહીદ થયા, તે દિવસે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું કર્યું? સવાલ એ છે. લદાખ હું ગયો છું. લદાખમાં હિન્દુસ્તાનની સરહદ પર બિહારના યુવાઓ પોતાનું લોહી પાણી એક કરીને જમીનની રક્ષા કરે છે. ચીને આપણા ૨૦ જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો જમાવ્યો. પણ વડાપ્રધાને ખોટું બોલીને હિન્દુસ્તાનની સેનાનું અપમાન કર્યું. પીએમ મોદીએ ખોટું કહ્યું કે, ચીનના સૈનિકો દેશમાં ઘૂસ્યા નથી. તમે માથું ઝુકાવીને વાત ન કરો, એ જણાવો કે ચીની સૈનિકોને ક્યારે બહાર ફેંકશો. તમે બિહારમાં આવીને ખોટું ન બોલો.
રાહુલ ગાંધીએ પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, પીએમ મોદીએ ગત વખતે કહ્યું હતું કે, ૨ કરોડ લોકોને રોજગાર મળશે. પરંતુ શું મળ્યું- શૂન્ય, આવે છે અને કહે છે ખેડૂતો, મજૂરો, સેનાઓ અને નાના વેપારીઓ સામે માથું નમાવું છું. પરંતુ ઘરે જઈને અંબાણી અને અદાણી માટે કામ કરે છે. ભાષણ તમને આપશે. માથુ નમાવશે તમારી સામે પણ કામ કરવાનો સમય આવશે ત્યારે કામ કોઈ બીજા માટે કરશે. નોટબંધી કરી પરંતુ બેંક સામે તમે ઊભા રહ્યા. તમારા પૈસા ક્યાં ગયા? હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોના ખિસ્સામાં.

Related posts

પીએમસી બેંક બાદ હવે જમ્મુ-કાશ્મીર બેંકમાં ૧૧૦૦૦ કરોડનું કૌભાંડ : ૧૬ સ્થળે ACBના દરોડા…

Charotar Sandesh

મુખ્યમંત્રીનું પદ કોઇને નહિ મળે, ભાજપ-શિવસેના સાથે જ લડશે : ફડણવીસ

Charotar Sandesh

ઉજ્જૈનનાં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરના શિવલિંગને લઇ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો…

Charotar Sandesh