Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : બીલ ગામ સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી..! નાઈટ પેટ્રોલીંગ વધારવા માંગ કરાઈ…

માંજલપુર પોલિસ સ્ટેશનના પીઆઈને રજુઆત કરી નાઈટ પેટ્રોલીંગ વધારવા માંગ કરવામાં આવેલ છે…

વડોદરા : જિલ્લાના બીલ ગામ સહિત વિસ્તારોમાં તસ્કરોનો આતંક મચ્યો છે, જેને લઈ ગ્રામજનો-દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો છે, આ બાબતે માંજલપુર પોલિસ સ્ટેશનના પીઆઈને રજુઆત કરી નાઈટ પેટ્રોલીંગ વધારવા માંગ કરવામાં આવેલ છે.

આ સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે કે, બીલ ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ૧૦ દિવસથી ચોરીનું પ્રમાણ વધી રહેલ છે. રાત્રે દુકાનોના શટર તુટે છે, નાના ગલ્લાઓના તાળા તેમજ બાઈકોની ચોરી-ગાડી-ટ્રેક્ટરની બેટરીઓની ચોરીનું પ્રમાણ વધવા પામેલ છે. તેથી રાત્રીના ૧ર વાગ્યા બાદ બીલ ગામ તથા આજુબાજુના સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી લોકમાંગણી છે.

  • Ravi Patel, Vadodara

Related posts

ચરોતરમાં નવલી નવરાત્રિ ઉત્સવની આજથી ભવ્ય શરૂઆત : ખૈલાયાઓ ગરબે ઘૂમશે….

Charotar Sandesh

વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતા વધુ એકવાર તોળાતું પૂરનું સંકટ…

Charotar Sandesh

આણંદ જીલ્લાના ખંભાતમાં ૯ કલાકમાં ૧૩II ઇંચ વરસાદ ખાબકયો : નગરજનોમાં વડોદરાવાળી થવાનો ભય…

Charotar Sandesh