રાવપુરા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં આરોપીઓના સ્કેચના પોસ્ટર લગાવ્યા…
દુષ્કર્મના બંને આરોપીઓના સ્કેચ તૈયાર થયા બાદ પીડિતાએ કહ્યુ : ‘હું એ હેવાનોને ક્યારેય નહીં ભૂલું, ઓળખી જ કાઢીશ’…
વડોદરા : વડોદરા નવલખી સગીરા દુષ્કર્મ મામલામાં ડભોઈના બે યુવકોનું જીવવું હરામ થઈ ગયું છે. ડભોઈનાં બે યુવાનો પોલીસે જાહેર કરેલા આરોપીઓના સ્કેચના શિકાર બન્યા છે. આરોપીઓ સાથે મળતો ચહેરો હોવાથી બંને યુવકોને ધમકી મળી રહી છે. સોશિલ મીડિયા પર યુઝર્સે તેઓને ટ્રોલ કર્યા છે. બંને યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તો યુઝર્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તેઓને ગાળો આપી રહ્યાં છે. તો બીજી તરફ, કેટલાક લોકો આ યુવાનોને રિપસ્ટ સમજીને તેમનાથી ડરી રહ્યાં છે. યુવાનોના પરિવારજનોને પણ ધમકી મળી રહી છે. બંને યુવકો લોકોને આજીજી કરી રહ્યા છે કે, અમારો આ મામલામાં કોઈ જ હાથ નથી. તેમ છતા તેઓ મળતો ચહેરો હોવાને કારણે શિકાર બન્યા છે.
આરોપીઓ જેવો ચહેરો હોવાને કારણે આ બંને યુવકોની જિંદગી હરામ થઈ ગઈ છે. તેઓનું ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. લોકો તેમને રેપિસ્ટ સમજીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. ત્યારે બંને યુવકો કહી રહ્યા છે કે, અમારો આ મામલે કોઈ જ હાથ નથી. પરંતુ લોકો તેઓને મારવા માટે તત્પર બન્યાં છે. તો બીજી તરફ, આ મામલે યુવકોએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના બાદ ડભોઈ પોલીસ સ્ટેશને ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે આવીને યુવકોની સંપૂર્ણ તપાસ કરી હતી, અને પૂછપરછ બાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે, બંને યુવકો આરોપી નથી. આમ, પોલીસે બંને યુવકોને ક્લીનચીટ આપી છે.