Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

વરસાદે વિનાશ સર્જયો : દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટાપાયે નુકસાન…

વઘઈ-ચીખલીમાં અઢી ઈંચ, ડોલવણ, સુબિર અને વાંસદામાં ૧ ઈંચથી વધુ વરસાદ…

સુરત : હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિવાળી ટાળે વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
નવસારી જલાલપોર વિસ્તારમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ મોડી સાંજે વરસાદી છાંટણા થયા હતા. જોકે, જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં બપોરે ૨થી સાંજે ૬ વાગ્યા દરમિયાન સામી દિવાળીએ નોંધનીય, સારો વરસાદ ઝીંકાયો હતો. ચીખલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ડાંગરની ખેતી કરી હતી ત્યારે ડાંગરનો પાક તૈયાર પણ થઈ ગયો હતો. જેનાથી ચાલુ વર્ષે સારા નફાની ખેડૂતોને આશા જાગી હતી પરંતુ અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેનાથી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બીલીમોરામાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દિવાળી ટાણે દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદને કારણે કલાકો સુધી દુકાનોમાં જ રોકાવા મજબૂર બન્યા હતા. દિવાળીના ફટાકડા અને દિવાળીનો રંગોળી અને સજાવટનો સામાન વેચવા માટે જાહેર માર્ગ પર બેસેલા લારી અને પાથરણાવાળા શ્રમજીવીઓ પણ માલ બચાવવા માટે અટવાતા જોવાયા હતા.

Related posts

ચૂંટણી પહેલા જ જિલ્લા પંચાયતની ૨ અને તા. પંચાયતની ૧૭ બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાયા…

Charotar Sandesh

લગ્ન પ્રસંગમાં ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમે કોરોના નિયમોના ઉડાવ્યા ધજાગરા…

Charotar Sandesh

વધુ ટેસ્ટ કરાવીશું તો કુલ વસ્તીના ૭૦% લોકો પોઝિટિવ આવી શકે છે…!

Charotar Sandesh