માન્ચેસ્ટર,
ટીમ ઇન્ડયાનાં ઝડપી બાલર જસપ્રિત બુમરાહે વર્લ્ડ કપ ૨૦૧૯માં હાહાકાર મચાવ્યો છે. જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ કપ ૨૦૧૯ની પહેલી આૅવર ફેંકતાની સાથે જ એક અનોખો રેકાર્ડ પોતાના નામે કર્યો છે. જસપ્રિત બુમરાહ આ વર્લ્ડ કપમાં સૌથી વધારે મેડન આૅવર ફેંકનારો દુનિયાનો પહેલો બાલર બની ગયો છે. જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડની સામે પોતાના પહેલા સ્પેલની પહેલી આૅવર મેડન ફેંકી હતી. આ સાથે વર્લ્ડ કપ ૨૦૧૯ની નવમી મેચમાં જસપ્રિત બુમરાહે ૯ આૅવર મેડન ફેંકવાનો રેકાર્ડ બનાવી દીધો છે. આ મામલે જાફ્રા આર્ચર બીજા નંબરે છે.
ઇંગ્લેન્ડનાં ઝડપી બાલર જાફ્રા આર્ચરે વર્લ્ડ કપની ૯ મેચોમાં ૮ આૅવર મેડન ફેંકી છે. જણાવી દઇએ કે જસપ્રિત બુમરાહ અને જાફ્રા આર્ચર માટે આ ડેબ્યૂ વર્લ્ડ કપ છે. ચોંકાવનારી વાત એ છે કે વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમનાં બાલરોએ કુલ ૧૫ આૅવરો મેડન ફેંકી છે, જેમાંથી ૯ આૅવર બુમરાહે મેડન ફેંકી છે.
જસપ્રિત બુમરાહે જ્યાં ૯ આૅવર મેડન ફેંકી છે તો અન્ય ભારતીય બાલરો ફક્ત ૬ આૅવર જ મેડન ફેંકી શક્્યા છે. જસપ્રિત બુમરાહે આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલી વિકેટ લેતા જ પોતાની ૧૮ વિકેટો પુરી કરી છે.
વિશ્વ કપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર
૯ ઓવર – જસપ્રીત બુમરાહ
૮ ઓવર – જાફ્રા આર્ચર
૬ ઓવર – પેટ કમિન્સ અને ક્રિસ વોક્સ
૫ ઓવર – મોહમ્મદ આમિર, ક્રિસ મોરિસ, મિશેલ સ્ટાર્ક