Charotar Sandesh
ઈન્ડિયા

વિશ્વમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં ભારતનો ૫મો નંબર, નંબર ૧ પર અમેરિકા…

વિશ્વમાં ૨૩.૬૮ લાખ લોકો સાજા થયા, વિશ્વમાં ૨૮.૭૬ લાખ કોરોનાના એક્ટિવ કેસ…

નવી દિલ્હી : વિશ્વમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. હાલમાં વિશ્વમાં કોરોના મહામારીને કારણે આંક ૫૬ લાખ નજીક પહોંચી ગયો છે. તો મોતનો આંક પણ ૩.૫૦ લાખ નજીક પહોંચ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી ૫૫.૯૨ લાખ લોકો કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાને કારણે મોતનો આંક પણ ૩.૪૮ લાખ થઇ ચૂક્યો છે. વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે હાલમાં કોઈ રસીઓ શોધાઈ નથી પરંતુ અન્ય રોગની દવાઓથી તાવ ઉતારવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેના પરિણામે લોકો સાજા થનારાની સંખ્યા પણ હવે જોવા મળી રહી છે.

વિશ્વમાં હાલમાં કોરોનાની કોઈ રસી શોધાઈ નથી ત્યારે વૈકલ્પિક રૂપે મેલેરિયામાં વપરાતી દવાઓ અપાઈ રહી છે. જેનાથી સાજા થનારાની સંખ્યા પણ વધી છે. વિશ્વમાં કોરોનાના ૨૩.૬૮ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. હજુ પણ વિશ્વમાં ૨૮.૭૬ લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. વિશ્વમાં એક્ટિવ કેસમાં ભારતનો ૫મો નંબર છે. જ્યારે સૌથી વધારે એક્ટિવ કેસ અમેરિકામાં છે. અમેરિકામાં ૧૭ લાખમાંથી ૧૧.૪૨ લાખ કેસ હજુ પણ એક્ટિવ છે. મોતનો આંક પણ ૧ લાખ નજીક પહોંચી ગયો છે.

વિશ્વમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલમાં ૨૮,૭૫,૯૦૦ કેસ એક્ટિવ છે. જેમાં સૌથી વધારે એક્ટિવ કેસ અમેરિકામાં ૧૧,૪૧,૭૫૧ કેસ સક્રિય છે. જેમાં ૧૭ હજારથી વધારે ક્રિટીકલ કેસ છે. બીજા નંબરે રસિયામાં ૨ લાખ ૩૧ હજાર કેસ સક્રિય છે. જેમાં ૨,૩૦૦ ક્રિટીકલ કેસ છે. ત્રીજા નંબરે બ્રાઝીલમાં પણ ૧.૯૯ લાખ કેસ એક્ટિવ છે જેમાં ૮,૩૦૦ સિરિયસ દર્દીઓ છે.

ચોથા નંબર પર ફ્રાન્સમાં પણ ૮૯,૩૧૧ કેસ એક્ટિવ છે. તો ૧૬૦૯ કેસ સિરીયસ છે. પાંચમા નંબર પર ભારત આવે છે જ્યાં એક્ટિવ કેસની સંખ્યા ૮૦ હજાર ૫૭૮ છે. ભારતમાં ૮,૯૪૪ કેસ સિરીયસ છે. ભારતમાં કોરોના સંક્રમણનો આંક પણ ૧.૪૫ લાખને પાર થયો છે. જ્યારે ૪૧૭૨ લોકોના મોત પણ થયા છે. તે પછી ક્રમશ પેરુ, સ્પેન, ઈટાલી, ચીલે, પાકિસ્તાન, કતાર વગેરે આવે છે. વિશ્વમાં એક્ટિવ કેસમાં પાકિસ્તાન ૧૦ મા નંબરે અને કતાર ૧૧ મા નંબરે આવે છે.

Related posts

પુરીના જગન્નાથ મંદિરમાં ૪૦૪ સેવાદાર અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

જમ્મુમાં મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ, ૭ કિલો વિસ્ફોટકોનો જથ્થો જપ્ત…

Charotar Sandesh

બોલિવુડમાં વીકેન્ડ શરૂ થતા સાથે જ પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે.

Charotar Sandesh