Charotar Sandesh
ઈન્ડિયા

વોટ્‌સએપે ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો…

નવા કાયદાઓથી પ્રાઇવસી ખતમ થઇ જશે : વોટ્‌સએપ

ન્યુ દિલ્હી : વોટ્‌સએપ તરફથી ભારત સરકાર વિરૂદ્ધ દિલ્હીમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં વોટ્‌સએપે સરકારને બુધવારથી જાહેર થનારા રેગ્યુલેશંસને ના લાગુ કરવાની માંગ કરી છે. નવા નિયમ હેઠળ સરકારે ફેસબુકની માલિકીના હક ધરાવતી કંપનીને પ્રાઇવેસી રૂલ્સ પાછળ હટવા કહ્યુ છે. આ કેસમાં દિલ્હી હાઇકોર્ટને એમ જાહેર કરવા કહેવામાં આવ્યુ છે કે નવા નિયમમાંથી એક ભારતના બંધારણ હેઠળ આપવામાં આવેલી ગુપ્તતાના અધિકારનું ઉલ્લંઘન છે. આવુ એટલા માટે કારણ કે નવા નિયમ અનુસાર, જ્યારે સરકાર માંગ કરે તો સોશિયલ મીડિયા કંપનીઓએ કોઇ સૂચના સૌથી પહેલા શેર કરનારાની ઓળખ કરવી પડે છે.
કાયદા અનુસાર, વોટ્‌સએપને માત્ર તે લોકોની ઓળખ જણાવવાની છે, જેમની પર ખોટી જાણકારી શેર કરવાનો વિશ્વસનીય આરોપ છે પરંતુ વોટ્‌સએપનું કહેવુ છે કે તે આમ નથી કરી શકતા. વોટ્‌સએપ અનુસાર, તેમના મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ એટલે કૂટ ભાષામાં હોય છે, તેમનું કહેવુ છે કે નવા નિયમનું પાલન કરવા માટે તે મેસેજ મેળવનારાઓ માટે અને મેસેજને સૌથી પહેલા શેર કરનારાઓ માટે એન્ક્રિપ્શનને બ્રેક કરવુ પડશે.
હજુ સુધી આ ખબર નથી પડી કે કોર્ટ આ અરજી પર ક્યારે સુનાવણી કરશે. સંવેદનશીલતાને જોતા પોતાની ઓળખ જાહેર કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. વોટ્‌સએપના પ્રવક્તાએ આ મામલે નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. જોકે, આ કેસ ભારત સરકારના ફેસબુક, ટિ્‌વટર સહિત અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલા ટકરાવને વધારી શકે છે. ગત અઠવાડિયે જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છેડાયેલા ટૂલકિટ વિવાદને લઇને દિલ્હી પોલીસ ટિ્‌વટરના કાર્યાલયે પહોચી હતી. વોટ્‌સએપે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા તરફથી કરવામાં આવેલા એક ટિ્‌વટને મેન્યુપ્લુલેટિવ મીડિયાનો ટેગ આપ્યો હતો.
આ પહેલા પણ ભારત સરકારે ટિ્‌વટરને કેટલાક ટ્‌વીટ ડિલેટ કરવા કહ્યુ હતું. કેન્દ્ર સરકારનું કહેવુ હતું કે આ ટ્‌વીટ્‌સ કોરોના મહામારીને લઇને ખોટી જાણકારી ફેલાવી રહ્યા હતા. જોકે, દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે તે ટ્‌વીટ પણ ડિલેટ કરાવી હતી જેમાં તેમની ટિકા કરવામાં આવી હતી.

Related posts

દિલ્હીમાં દોષ દેનારી નહીં, દીશા આપનારી સરકાર જોઈએ : પીએમ મોદી

Charotar Sandesh

બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિન લેશે…

Charotar Sandesh

ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદઘાટન : પીએમએ દેશની પ્રથમ ઓટોમેટેડ મેટ્રોની શરૂઆત કરી…

Charotar Sandesh