Charotar Sandesh
ઈન્ડિયા

શોપિયામાં એન્કાઉન્ટર : સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા…

૨૪ કલાકમાં જમ્મૂ-કાશ્મીરમાં છ આતંકી ઠાર…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંક સામે એક મોટો અભિયાન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો આતંકને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે સવારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના અમશિપોરા ખાતે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કાશ્મીર ખીણની અંદર આ બીજી અથડામણ છે. અગાઉના એન્કાઉન્ટરમાં પણ સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ રીતે, છેલ્લા ૨૪ કલાકમાં ખીણમાં ૬ આતંકવાદીઓ માર્યા ગયા છે.
શનિવારે સવારે એન્કાઉન્ટર પૂર્વે સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન, પોતાને ઘેરાયેલું જોઇને આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ આતંકીઓની ગોળીબારનો જવાબ આપતા જ ??ફાયરિંગ કર્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાંના અમશિપોરામાં આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આ દરમિયાન, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
શુક્રવારે કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો હતો. આમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ રીતે, શુક્રવારથી શનિવારના ૨૪ કલાકમાં, સુરક્ષા દળના આતંકવાદીઓ સાથે બે એન્કાઉન્ટર થયા હતા, જેમાં કુલ ૬ આતંકવાદીઓ માર્યા ગયા છે.

Related posts

ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેનામાં ઘણો એટીટ્યૂડ છેઃ શાહિદ આફ્રિદી

Charotar Sandesh

વાત કરોડોની, દુકાન પકોડાની અને સંગત ભગોડાનીઃ PM મોદી પર સિદ્ધુના ચાબખા

Charotar Sandesh

આરજેડીનો ચૂંટણી ઢંઢેરો : રોજગારી અને દેવા માફી સહિતના વચનો અપાયા…

Charotar Sandesh