લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે એક પછી એક પોલિટિશ્યનોની બાયો-ફિલ્મો બની રહી છે એવા સમયે સિનિયર ફિલ્મ સર્જક હંસલ મહેતાએ રાહુલ ગાંધીના કાકા અને એક સમયના માથાભારે રાજનેતા સંજય ગાંધીની વેબ સિરિઝ બનાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી મળી હતી.
આ ફિલ્મમાં સંજય ગાંધીના રોલ માટે હંસલે અભિનેતા અક્ષય ખન્નાનો સંપર્ક સાધ્યો હતો અને અક્ષયને આ સ્ક્રીપ્ટ પસંદ પડતાં એણે આ આ સિરિઝ કરવાની તૈયારી દાખવી હોવાની પણ માહિતી મળી હતી.
આ સિરિઝ અલ્ટ બાલાજી બેનર તળે ટચૂકડા પરદાની સામ્રાજ્ઞા એકતા કપૂર બનાવશે. હંસલ મહેતા એનું નિર્દેશન કરશે એવી માહિતી પણ મળી હતી. હાલ આ સિરિઝને ધ પ્રિન્સ નામ આપવામાં આવ્યું છે. આથી વધુ માહિતી હાલ આપવામાં આવી નહોતી.