Charotar Sandesh
ઈન્ડિયા

સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નંજરઅંદાજ કરી એટલે કોરોના વકર્યો : દિગ્વિજય સિંહ

દિગ્વિજયે કહ્યું કે, મોદીજી તમે અશુભ મુહૂર્તમાં મંદિરનો શિલાન્યાસ કરીને હજુ કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માંગો છો?

ભોપાલ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પાયો રાખવાની તારીખ અને તેના મુહૂર્ત અંગે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે સોમવારે ટિ્‌વટ કરીને કહ્યું કે, ‘મંદિર પૂજન માટે હિન્દુ ધર્મની માન્યાતાઓને નજરઅંદાજ કરાઈ છે, આ જ કારણે ગૃહમંત્રી અમિત શાહથી માંડી રામ મંદિરના પૂજારી કોરોનાના સંકજામાં આવ્યા છે.’એક ટિ્‌વટમાં દિગ્વજિયે અમિત શાહને વડાપ્રધાન કહી દીધા, પછીથી તેમણે આ અંગે માફી પણ માંગી હતી. તો આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીની પણ અમિત શાહ અને અન્ય નેતાઓના કોરોનાના સંકજામાં આવવાથી ચિંતા વધી ગઈ છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું કે, તે અયોધ્યાના ભૂમિપૂજનમાં આવશે પણ સરયૂ ઘાટ પર જ રહેશે મંદિર સ્થળે નહીં આવે.

ઉમા ભારતીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, ગઈકાલે જ્યારે મે શ્રી અમિત શાહજી તથા ઉત્તર પ્રદેશ ભાજપના નેતાના કોરોના પોઝિટિવ હોવાની વાત સાંભળી ત્યારથી હું ચિંતિત છું. એટલા માટે મેં રામજન્મભૂમિ ન્યાસના અધિકારીઓને સૂચના આપી છે કે શિલાન્યાસના કાર્યક્રમના મુહૂર્ત પર હું અયોધ્યામાં સરયૂ કાંઠે જ રહીશ.

કોંગ્રેસ નેતાએ તેમની વાત કહેવા માટે ૧૧ ટિ્‌વટ કર્યા, કહ્યું ‘મોદીજી તમે અશુભ મુહૂર્ત પર ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરીને હજું કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માંગો છો?’યોગીજી તમે જ મોદીજીને સમજાવો. તમારા હોવા છતા સનાતન ધર્મની તમામ મર્યાદાઓ કેમ તૂટી રહી છે? અને તમારી શું મજબૂરી છે જે તમે આ બધુ થવા દો છો?
૧. રામ મંદિરના તમામ પૂજારી કોરોના પોઝિટિવ.
૨. ઉત્તરપ્રદેશના મંત્રી કમલરાની વરુણનું કોરોનાથી નિધન
૩. ઉત્તરપ્રદેશના ભાજપ અધ્યક્ષ કોરોના પોઝિટિવ

દિગ્વિજયે કહ્યું કે, આ સ્થિતિમાં શું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને વડાપ્રધાને ક્વોરન્ટિન ન થવું જોઈએ? શું ક્વોરન્ટિનમાં જવાનો નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે? વડાપ્રધાન, મુખ્યમંત્રી માટે નથી? તેમણે કહ્યું કે, ‘ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. હજારો વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ સાથે રમત ન કરો.

Related posts

આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : સ્કૂલ-કોલેજ બંધ…

Charotar Sandesh

કેન્દ્રનો આદેશ : દરેક રાજ્યોને કોરોનાની ત્રીજી લહેર સામે તૈયારી રાખો

Charotar Sandesh

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો : ૭ લોકો ઘાયલ

Charotar Sandesh