Charotar Sandesh
ઈન્ડિયા

સરકાર નક્કી કરે એક વ્યક્તિને કેટલા બાળક હોવા જોઈએ : મોહન ભાગવત

ભારતનો દરેક નાગરિક હિન્દુ છેઃ સંઘ સુપ્રિમો

બરેલી : ઉત્તરપ્રદેશના બરેલીમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવખત કહ્યું કે ભારતનો દરેક નાગરિક હિન્દુ છે. ભાગવતે હિન્દુત્વનો મતલબ સમજાવાની કોશિષ કરતાં રવિવારે કહ્યું કે વિભિન્ન વિવિધતાઓ છતાંય એક સાથે રહેવું જ હિન્દુત્વ છે. તેમણે એમ પણ કહ્યું કે આરએસએસ સંવિધાનની અંતર્ગત કોઇ પાવર સેન્ટર ઇચ્છતું નથી અને સંઘ સંવિધાન પર પૂરો વિશ્વાસ કરે છે. આ સિવાય સંઘ પ્રમુખે બે બાળકોના કાયદાને લઇ છપાયેલા સમાચારની સ્પષ્ટતા કરતાં કહ્યું કે આવું કંઇ કહ્યું જ નહોતું કે તમામને બે બાળકો હોવા જોઇએ, વસતી એક સમસ્યાની સાથો સાથ સંસાધન પણ છે, સરકારે તેના પર એક ડ્રાફ્ટ તૈયાર કરવો જોઇએ.
સ્વયંસેવકોને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું કે જ્યારે આરએસએસના કાર્યકર્તા કહે છે કે આ દેશ હિન્દુઓનો છે અને ૧૩૦ કરોડ લોકો હિન્દુ છે તો તેનો મતલબ એ નથી કે આપણે કોઇનો ધર્મ, ભાષા કે જાતિ બદલવા માંગીએ છીએપઅમને સંવિધાનની અંતર્ગત કોઇ શક્તિ કેન્દ્ર જોઇતું નથી કારણ કે અમે તેના પર વિશ્વાસ કરીએ છીએ. તેમણે કહ્યું કે સંવિધાન કહે છે કે આપણે ભાવનાત્મક એકીકરણ લાવવાની કોશિષ કરવી જોઇએ. પરંતુ ભાવના શું છે? એ ભાવના છે – આ દેશ આપણો છે. આપણે આપણા મહાન પૂર્વજોના વંશજ છીએ. ભાગવતે કહ્યું કે અમે અમારી વિવિધતા છતાંય એક સાથે રહેવું પડશે, આને જ આપણે હિન્દુત્વ કહીએ છીએ.
વસતી નિયંત્રણની અંતર્ગત બે બાળકોના કાયદાને આરએસએસના સમર્થનના સમાચારને લઇ ભાગવતે કહ્યું કે કેટલીય જગ્યાએ એ પ્રકાશિત કરાયું હતું કે મેં કહ્યું કે તમામને બે બાળકો હોવા જોઇએ, પરંતુ મેં આવું કંઇ કહ્યું નથી. મેં કહ્યું કે વસતી સમસ્યાની સાથો સાથ સંસાધન પણ છે, આથી આ સંબંધમાં એક નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવો જઇએ. તેમણે કહ્યું કે સરકારની નીતિ નક્કી કરશે કે એક વ્યક્તિના કેટલા બાળકો હોવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે અગાઉ આરએસએસના સ્વયંસેવકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશમાં ૧૩૦ કરોડ વસતી છે. આ તમામ ભારતીય છે. તેમના તમામના પૂર્વજ એક છે.

Related posts

દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૪૭.૯૯ %, છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ દર્દીઓ સ્વસ્થ થયાં..

Charotar Sandesh

ગુજરાત સહિત દેશના દિવસભરના મુખ્ય સમાચારો જુઓ એક ક્લીકમાં

Charotar Sandesh

હવે ભારત પણ અમેરીકા-બ્રાઝીલના પંથે..? એક પખવાડીયુ મહત્વનું…

Charotar Sandesh