Charotar Sandesh
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પુર્ણ, એકંદરે શાંતિપુર્ણ રીતે સરેરાશ 62 ટકા મતદાન…

દાહોદમાં બૂથ કેપચરિંગનો પ્રયાસ તો વિરમગામમાં બે જૂથ વચ્ચે મારામારી…

ગુજરાતમાં અનેક જગ્યાએ ઘર્ષણ: દાહોદમાં બૂથ કેપ્ચરિંગ, ક્યાંક પથ્થરમારો તો ક્યાંક તોડ્યા EVM

૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા, ૨૩૧ તાલુકા પંચાયતમાં સરેરાશ ૫૫.૩૪ ટકા અને ૮૧…

નગરપાલિકાઓમાં સરેરાશ ૫૦.૩૪ ટકા ટકા જેટલું મતદાન નોંધાયું છે…

ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચુક્યું હતું. જે શાંતિપુર્વક સાંજે 6 વાગ્યે પુર્ણ થયું હતું. જો કે સાંજે 6 વાગ્યે જે લોકો મતદાન મથકમાં આવી ગયા હોય તેમને મતદાન કરવા દેવામાં આવશે. સરેરાશ 64 ટકા મતદાન નોંધાયું હતું. જો કે ફાઇનલ આંકડાઓ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા નથી. જે મોડી સાંજે જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ સરેરાશ 64 ટકાની આસપાસ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, 2 માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશે.

વાત કરવામાં આવે તો છ મહાનગપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ગામડાઓ સવાયા સાબિત થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન સારું નોંધાયું છે.
વિવિધ જિલ્લા પંચાયતોની કુલ ૨૫ બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની ૧૧૭ બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની ૯૫ બેઠકો બિનહરીફ થઇ છે.
વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. વોર્ડ-૮ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જોવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે.
આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે.

Related posts

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, કાલથી ઠંડીનું જોર વધશે…

Charotar Sandesh

એક જ પાર્ટી પર છાપ નથી મારી બીજી ઘણી પાર્ટીઓ છે : નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ

Charotar Sandesh

બોસ કામ વગર યુવતીને સામે બેસાડી રાખતો, છેવટે થઈ ફરિયાદ…

Charotar Sandesh