Charotar Sandesh
ઈન્ડિયા

સ્વદેશી કોવેક્સિનને બીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી, ૭ સપ્ટેમ્બરથી થશે શરૂ…

ન્યુ દિલ્હી : કોરોના વાઈરસને રોકવા માટે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સ્વદેશી કોવેક્સિનને ડ્રગ રેગુલેટરીએ ટ્રાયલના બીજા તબક્કાની મંજૂરી આપી દીધી છે. સૂત્રો અનુસાર બીજા તબક્કામાં પ્રવેશ માટે વેક્સિન સમગ્ર રીતે તૈયાર છે. બીજા તબક્કામાં કોવેક્સિનની ટ્રાયલ સોમવારે ૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.
ભારત બાયોટેકની આ વેક્સિનને પહેલા તબક્કામાં દેશના કેટલાક જુદા-જુદા ભાગોમાં ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે. ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસે પોતાના નિવેદનમાં કહ્યુ, હેલ્થ એક્સપટ્‌ર્સ વચ્ચે ૩ સપ્ટેમ્બરે ભારત બાયોટેકની વેક્સિનને લઈને વીડિયો કૉન્ફરન્સિંગ થઈ હતી, જેમાં વેક્સિનને ટ્રાયલના બીજા તબક્કામાં મોકલવા પર સંમતિ બની.
હવે ટ્રાયલના બીજા તબક્કામાં ૩૮૦ વૉલેન્ટિયર્સ પર વેક્સિનનો ટેસ્ટ કરવામાં આવશે. વેક્સિનનો ડોઝ આપ્યા બાદ આગામી ૪ દિવસ સુધી તમામ વોલેન્ટિયર્સની હેલ્થની સ્ક્રીનિંગ કરવામાં આવશે. હાલ ભારતની પહેલી સ્વદેશી કોરોના વેક્સિનને ટ્રાયલના બીજા તબક્કામાં મોકલવાની ઝડપથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટ્રાયલના બીજા તબક્કાની શરૂઆત સાથે જ પહેલા તબક્કાની પ્રક્રિયા પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી ૪૧ લાખથી પણ વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
અગાઉ વેક્સિન લેનારા વોલન્ટિયર્સના બ્લડ સેમ્પલ લઈને વેક્સિનની પ્રભાવશીલતા અને શરીરમાં એન્ટીબોડીના પ્રમાણની જાણ થઈ શકતી હતી. ભારત બાયોટેકની આ વેક્સિનની ટ્રાયલના પહેલા તબક્કામાં કોઈ સાઈડ-ઈફેક્ટ જોવા મળી નથી.

Related posts

૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૯૬૩૩ પોઝિટિવ કેસ : ૨૬૦ના મોત

Charotar Sandesh

અનંતનાગમાં તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા આદેશ…

Charotar Sandesh

મુંબઈમાં એક સપ્તાહ માટે કલમ-૧૪૪ લાગુ, ધરણાં અને રેલી પર પ્રતિબંધ…

Charotar Sandesh