Charotar Sandesh
બોલિવૂડ

હસીન જહાંએ શેર કર્યો મા કાળી અવતાર, લોકોએ કરી નેગેટીવ કોમેન્ટ…

મુંબઈ : મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને વિવાદોનો ઉંડો સંબંધ છે. હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પહેલા તેને તેના પતિની ઉપર મારપીટનો આરોપ લગાવીને અલગ રહેવા લાગી. તે બાદ તેની લાઇફથી જોડાયેલા ઘણા વિવાદીત ખુલાસા થયા. માલૂમ પડ્યું કે તે પહેલાથી પરણિત હતી અને મા પણ બની ચુકી હતી. તે બાદ હસીન જહાંની ઘણી પોસ્ટથી બબાલ થઇ ચુકી છે. જ્યારે હાલ હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક ધાર્મિક સીરીયલની ક્લિપ શેર કરી લખ્યું મા કાળી જેવી શક્તિ માટે અલ્લાહથી કહ્યુ છે.
આ પોસ્ટ શેર કર્યા બાદ કોમેન્ટ પર કોમેન્ટ આવી રહી છે. લોકોએ હસીન જહાંને આડે હાથ લેતા નેગેટિવ કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. હસીન જહાંએ સીરીયલનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં માતા કાલી પોતાના પતિની વિશેષતા જણાવી રહી છે. જેમાં પતિને પત્નીનો ટેકો હોવાનું જણાવાયું છે. વીડિયોની સાથે હસીન જહાને કેપ્શનમાં લખ્યું છે કે ભલે તે માતા કાલીની પૂજા નથી કરતી, તે નિશ્ચિતપણે તેમનો વિશ્વાસ કરે છે. તેણે અલ્લાહ પાસેથી માતા કાળી જેવી શક્તિ પણ માંગી. વીડિયો દ્વારા હસીન જહાંએ મોહમ્મદ શમીને નિશાન બનાવ્યો હતો.
તેણે શમી પર ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. તેણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે તે તેને માર મારવામાં આવતો હતો. આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. લોકોએ કોમેન્ટ બોક્સમાં ઘણી પ્રકારની વસ્તુઓ લખવાનું શરૂ કર્યું. આ પોસ્ટ પછી ઘણા લોકોએ મોહમ્મદ શમીનું સમર્થન કર્યું હતું અને હસીન જહાંને ખોટી ગણાવી હતી. તમને જણાવી દઇએ કે શમી સાથે મતભેદ બાદ બન્ને અલગ રહી રહ્યા છે. હસીન જહાની દીકરી તેની સાથે રહે છે.

Related posts

અજય દેવગણે રામસે બ્રધર્સ બાયોપિકના રાઇટ્‌સ ખરીદ્યા…

Charotar Sandesh

શ્રમિકો માટે હાજી અલીથી યુપી માટે દસ બસો મોકલવાની તૈયારીમાં અમિતાભ બચ્ચન…

Charotar Sandesh

સલમાન ખાન ચોથી ઓક્ટોબરથી કરશે બિગબોસ ૧૪નું શૂટિંગ…

Charotar Sandesh