મુંબઇ : સુપરસ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન બોલ્ડ અને બિંદાસ છબિ માટે જાણીતી છે. છેલ્લા થોડા સમયથી શ્રુતિ હાસન પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફના લીધે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ ઈટાલિયન બોયફ્રેન્ડના લીધે શ્રુતિ ચર્ચામાં આવી હતી. ત્યારે હવે દારુની લતના કારણે ચર્ચામાં છે.
શ્રુતિએ હાલમાં જ જણાવ્યું કે તેને દારુ પીવાની ખરાબ લત લાગી હતી. આ કુટેવથી પીછો છોડાવવો મુશ્કેલ હતો. શ્રુતિના જણાવ્યા પ્રમાણે, દારુની લતના કારણે તેના કરિયર પર પણ અસર થવા લાગી હતી. એટલે જે તેને ફિલ્મોમાંથી થોડા સમય માટે બ્રેક લેવો પડ્યો.
શ્રુતિએ પોપ્યુલર ચેટ શો દરમિયાન આ વિશે વાત કરી છે. શ્રુતિએ જણાવ્યું કે, દારુ છોડ્યા બાદ તેના શરીર પર પ્રતિકૂળ અસર થવા લાગી હતી. તેનો સ્વભાવ બદલાવવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, દારુ છોડ્યા બાદ તે બીમાર હતી પરંતુ આ વિશે કોઈને જાણ ના કરી. શ્રુતિએ કહ્યું, મારું માનવું છે કે આ મારો અંગત મામલો હતો. એટલે મેં કોઈ બહારની વ્યક્તિ કે મારા ફ્રેન્ડ્સને જાણ નહોતી કરી. મારે મેડિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું. હું મારી જાતને સાજી કરવાના પ્રયાસમાં હતી.
દારુની લત સંપૂર્ણપણે છૂટ્યા બાદ કેવું અનુભવે છે તે વિશે શ્રુતિએ કહ્યું, “હું બહુ જ સારું લાગી રહ્યું છે કારણકે મારી પાસે હેલ્ધી માઈન્ડ અને હેલ્ધી શરીર છે.