Charotar Sandesh
ગુજરાત

૧૫ વર્ષથી ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં સફળતા મળી છે : ગૃહમંત્રી પ્રદીપસિંહ

ગાંધીનગર : રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા માટે પાસાના કડક કાયદા બનાવવા અને તે માટે પાસાના કાયદામાં સુધારો કરવાની વાત પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જોર આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે, ૧૫ વર્ષથી ગુજરાતને કરફ્યુ મુક્ત કરવામાં સફળતા મળી છે અને હજુ વધુને વધુ કડક કાયદાની અમલવારી થઈ રહી છે.
પ્રદિપ સિંહે પાસાના ગુના હેઠળ વ્યાજખોર, સોશિયલ મીડિયા પર મહિલાઓનો ફોટો મૂકતા લોકો, દુષ્કર્મી લોકો વિરૂદ્ધ કડક કાયદાની હિમાયત કરી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી ગુનેગારોને છાવરવાના પ્રયાસ કરે છે તેવા આક્ષેપ કર્યા છે. પ્રદિપસિંહે કહ્યું કે, જમાલપુરમાં ચાલતા દારૂના અડા બંધ છે.

ગુજરાતમાં કાયદો જળવાય તે માટે સરકાર કડક વલણ અખત્યાર કરી રહી છે. તેઓએ ગૌ વંશનો કાયદો, ધાક ,ધમકી કરનારા સામે કડક કાયદો, એકાઉન્ટમાંથી રૂપિયા પડાવી લેતા વિરૂદ્ધ કડક કાયદો બનાવી તેની અમલવારી કરાવી રહી છે તેમ જણાવ્યું. પ્રદિપસિંહે કહ્યું કે ગુજરાતના વિકાસ માટે કાયદા કડક હોવા વધારે જરૂરી છે.

Related posts

વડાપ્રધાન મોદી Back to Back ગુજરાતમાં : ત્રણ સભાઓ યોજી, કૉંગ્રેસ પર પ્રહાર કર્યા

Charotar Sandesh

ગુજરાત : ન્યુઝ હેડલાઈન્સ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ

Charotar Sandesh

લો બોલો… ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી…

Charotar Sandesh