Charotar Sandesh
વર્લ્ડ

૧૮ ડિસેમ્બરે વૉશિંગ્ટનમાં ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ વાર્તા યોજાશે…

USA : એકબીજા સાથે સંકળાયેલા વિદેશ નીતિના અને સંરક્ષણ, સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવા ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન ૧૮મી ડિસેમ્બરે વૉશિંગ્ટનમાં ભેગા થશે. બંને દેશના બે મંત્રાલયના પ્રધાન જ્યારે મંત્રણા કરે તેને ટૂ-પ્લસ-ટૂ ડાયલોગ (બંને દેશના બે-બે પ્રધાન વચ્ચે બેઠક) કહેવામાં આવે છે. આ પ્રકારની બેઠકની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૧૮માં થઈ હતી અને હવે આગામી ૧૮મી ડિસેમ્બરે દ્વિતીય ટૂ-પ્લસ-ટૂ ડાયલોગ (વાટાઘાટ) હાથ ધરવામાં આવશે.

ભારત તરફથી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર જ્યારે અમેરિકા તરફથી સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો હાજર રહેશે. બંને દેશ વચ્ચેના દ્વિપક્ષી સંબંધ ગાઢ થઈ રહ્યા છે તેનો તાગ મેળવવામાં આવશે અને ભવિષ્યમાં વધુ ગાઢ બનાવવાનું વ્યૂહાત્મક માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવશે તેવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું. તેમણે કહ્યું કે “આપણા સંબંધોમાં એકમેક સાથે સંકળાયેલા વિદેશ નીતિના, સંરક્ષણ સંબંધી અને સુરક્ષા મુદ્દાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

  • Nilesh Patel

Related posts

અમેરિકામાં કેલિફોર્નિયાના દરિયાની સહેલગાહે નીકળેલી ડાઇવિંગ બોટમાં અચાનક આગ…

Charotar Sandesh

બ્રિટનના શહેરોમાં ઉંદરોનો આતંક : લંડનથી વેલ્સ સુધી ઉંદરોની સંખ્યા વધતા લોકોમાં ફફડાટ

Charotar Sandesh

ઇરાનની નૌસેનાનું સૌથી મોટું યુદ્ધ જહાજ રહસ્યમય સંજોગોમાં ડૂબી ગયું…

Charotar Sandesh