Charotar Sandesh
ગુજરાત

૨૦૨૦થી રાજ્યની તમામ શાળાઓનાં શિક્ષકોનો પગાર ઓનલાઈન થઇ જશે..!!

રાજ્યના સરકારી સ્કૂલના શિક્ષકો માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મોટા સમાચાર આપીને તેમના ચહેરા પર સ્મિત લાવી શકે છે…

ગાંધીનગર : રાજ્યના સરકારી સ્કૂલના શિક્ષકો માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મોટા સમાચાર આપીને તેમના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી એક મોટા સમાચાર મળ્યા છે. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની વહીવટી કામગીરી છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી નવા વર્ષે એટલે કે આગામી ૧લી જાન્યુઆરી, ૨૦૨૦થી રાજ્યની તમામ સ્કૂલોના શિક્ષકોનો પગાર પણ ઓનલાઇન કરવામાં આવશે. આમા આગામી સમયમાં તમામ કામગીરી ઓનલાઇન થતા સ્કૂલના મુખ્ય શિક્ષકનું ભારણ ઓછું થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ૧ જાન્યુઆરીથી રાજ્યની તમામ સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરવામાં આવશે તેવી વાટાઘાટો ચાલી રહી છે. રાજ્ય સરકારનું હાલ આ બાબતે વહીવટી કામ ઓનલાઈન કરવાની પ્રક્રિયા છેલ્લા ચરણમાં હોય તેવી માહિતી મળી રહી છે.

જો રાજ્ય સરકાર સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરી દેશે તો મુખ્ય શિક્ષકનું ભારણ ઓછું થતા શૈક્ષણિક કાર્ય પૂરજોશમાં ચાલી શકશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની સકારાત્મક અસરો જોવા મળશે. સરકાર સરકારી સ્કૂલના શિક્ષકોનો પગાર ઓનલાઈન કરવા માટે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ઉભો કરાયો છે, આ કંટ્રોલરૂમમાં રાજ્યના શિક્ષકોની વિગતો એકત્ર કરવામાં આવશે. આ સાથે શિક્ષકોની સર્વિસ બુક પણ ઓનલાઈન કરવામાં આવશે.

Related posts

ગુજરાતમાં ૫૦ કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્ય : સીએમ વિજય રૂપાણી

Charotar Sandesh

મંદી વચ્ચે સરકારે ટ્રાફિક દંડ વધારી લોકોની કમર તોડી નાખી : અમિત ચાવડા

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મતગણતરી માટેની ચૂંટણી પંચે બહાર પાડી એસોપી…

Charotar Sandesh