Charotar Sandesh
ગુજરાત

૨૧ સપ્ટે.થી વિધાનસભાનું પાંચ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થશે…

રૂપાણી સરકાર ૨૪ પ્રકારના કાયદા અને કાયદામાં સુધારા વિધેયક પસાર કરાશે…
મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યો તથા અધિકારીઓના કોવિડ-૧૯ ટેસ્ટ બાદ વિધાનસભામાં પ્રવેશ મળશે,સત્રના પ્રારંભે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શોક પ્રસ્તાવ લવાશે…
પાંચ દિવસ માટે દરરોજ ૧૦ કલાક વિધાનસભાની કામગીરી ચાલશે…

ગાંધીનગર : આગામી ૨૧મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ૫ દિવસનું ચોમાસું સત્ર શરૂ થશે. જેમાં ૨૪ પ્રકારના કાયદા અને કાયદામાં સુધારા વિધયેક પસાર કરાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું. કેબિનેટની બેઠકમાં ચોમાસું સત્રનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,૨૧મી સપ્ટેમ્બરે ચોમાસું સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શો પ્રસ્તાવ લવાશે. ત્યાર બાદ ૨૪ પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદાઓમાં સુધારકા વિધેયક લાવશે. જેમાં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે. ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે.
ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ ૧૦ કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવો વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે કે તરાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ થશે
કોરોના કાળમાં મોડેથી ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. જાડેજાએ જણાવ્યું હતું કે,સંક્રમણ ખાળવા માટે વિધાનસભા સત્ર પહેલા મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને અધિકારીઓ, સલામતી અધિકારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે પછી જ પ્રવેશ મળશે. વિધાનસભા સ્ટાફ સાથે પરામર્શ કરી બેઠક વ્યવસ્થા થઈ છે.
કોરોના વાયરસની મહામારી વચ્ચે મળી રહેલા આ સત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેમાં સત્ર દરમિયાન ધારાસભ્યની બેઠક વ્યવસ્થામાં મુખ્ય હોલ સિવાય પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્ય બેસી શકશે. લોકસભાની જેમ વિધાનસભામાં પણ વિભાગના સચિવોને જિલ્લામાં કોવિડના સંક્રમણને રોકવા માટે અપાયેલી જવાબદારીના કારણે પ્રશ્નોત્તરી કાળ નહિ રખાય, પરંતુ જેતે વિભાગના મંત્રી ટૂંકા ગાળાના પ્રશ્નોનો જવાબ આપી શકશે. વળી મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્ય અને સત્ર દરમિયાન ઉપસ્થિત રહેનાર અધિકારીઓ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકા ગાળામાં વિપક્ષ પણ સરકાર સામે કોવિડની સ્થિતિ અને પાક નિષ્ફળતાના મુદ્દા ઉઠાવવા તૈયારી શરૂ કરી છે.

Related posts

કોરોના મહામારી : ગીતા રબારીએ જ્યાં ડાયરો કર્યો ત્યાં નોંધાઇ પોલીસ ફરિયાદ…

Charotar Sandesh

લોકોને સરકાર પર એક પૈસાનો પણ ભરોસો નથી, તમે સેવક છો માલિક નહી : હાઇકોર્ટ

Charotar Sandesh

ભીડ ભેગી કરવાની ઘટનામાં ગાયક કિંજલ દવે અને MLA શશીકાંત પંડ્યા સામે ફરિયાદ…

Charotar Sandesh