Charotar Sandesh
ઈન્ડિયા

૨૧મી સદીમાં દુનિયાની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસેથી છે : વડાપ્રધાન મોદી

પીડીપીયુ દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું…
ગુજરાતની વીજળી ક્ષેત્રની સિદ્ધી પરિવર્તનનું ક્ષેષ્ઠ ઉદાહરણ, વિતેલા દાયકાના યુવાનોએ દેશ માટે જિંદગી ખપાવી, તમે આત્મનિર્ભર ભારત માટે જીવો, એનર્જી ક્ષેત્રમાં અનેક સંભાવનાઓ, પડકારને સ્વીકારનાર વ્યક્તિ સફળ થાય છે…

ન્યુ દિલ્હી/ગાંધીનગર : પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યૂનિવર્સિટીનો આઠમો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત પંડિત દીન દયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે સંસ્થામાંથી પાસ થનારા વિદ્યાર્થી દેશની નવી તાકાત બનશે. પીએમ મોદીએ કહ્યુ કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યૂનિવર્સિટીના ૮માં કોન્વોકેશનના પ્રસંગે તમને બધાને ઘણી શુભેચ્છા. આજે જે સાથી ગ્રેજ્યુએટ થઇ રહ્યા છે, તેમના અને તેમના માતા-પિતાને પણ ઘણી શુભકામનાઓ.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે એક સમય હતો જ્યારે લોકો સવાલ ઉઠાવતા હતા કે આ રીતની યૂનિવર્સિટી કેટલી આગળ વધી શકશે પરંતુ અહીના વિદ્યાર્થીઓએ, પ્રોફેસર્સે અને અહીથી નીકળનારા પ્રોફેશનલ્સે આ તમામ સવાલોનો જવાબ આપી દીધો છે. આજે તમે એવા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી રહ્યા છો જ્યારે મહામારીને કારણે આખી દુનિયાના ઉર્જા ક્ષેત્રમાં પણ મોટા બદલાવ થઇ રહ્યા છે. એવામાં આજે ભારતમાં એનર્જી ક્ષેત્રમાં ગ્રોથની, આંતરપ્રિન્યોર્શિપની અનેક સંભાવનાઓ છે.
પીએમ મોદીએ કહ્યુ કે પીડીપીયૂએ ઉદ્યોગ સહિત કેટલાક વિસ્તારમાં પોતાનો વિસ્તાર કર્યો છે ,આ રીતે તેને એનર્જી યૂનિવર્સિટીના રૂપમાં બદલો. ગુજરાત સરકારને હું તેની માટે અનુરોધ કરૂ છું, તેની કલ્પના મે કરી હતી. જો વિચાર બરાબર લાગ્યા તો તેની પર આગળ વધો. પીએમ મોદીએ આગળ કહ્યુ કે, આજે દેશ પોતાના કાર્બન ફૂટપ્રિન્ટને ૩૦-૩૫% સુધી કામ કરવાના પડકારને લઇને આગળ વધી રહ્યા છે. પ્રયાસ છે કે આ દાયકામાં પોતાની ઉર્જા જરૂરતોમાં નેચરલ ગેસની ભાગીદારીને અમે ૪ ઘણી વધારી છે.
વડાપ્રધાન મોદીએ આ તબક્કે ગુજરાતના વીજળી ક્ષેત્રની સિદ્ધીના કાર્યને વિદ્યાર્થી સમક્ષ વર્ણવ્યું, તેમણે કહ્યું કે ’હું ૨૦ વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યો ત્યારે રાજ્યમાં ૨૪ કલાક વીજળી નહોતી અપાતી. મને જેટલા લોકો સર્કિટ હાઉસમાં મળવા આવતા હતા તે એવું જ કહેતા કે તમે મુખ્યમંત્રી બનો તો વીજળી ૨૪ કલાક અપાવજો. હું ખેતી અને ઘરગથ્થુ વીજળીને અલગ કરવા માંગતો હતો. અધિકારીઓનો આ મામલે સ્પષ્ટ ઇન્કાર હતો. મેં જવાબદારી ઉપાડી અને ૧૦૦૦ દિવસનો કાર્યક્રમ બનાવ્યો, અમે સતત કામ કર્યુ અને ગુજરાતને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું.

Related posts

તમામ રાજ્યો ૩૧ જુલાઇ સુધી વન નેશન-વન રાશન કાર્ડ યોજના લાગુ કરે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

૮ જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં બીજી વેક્સિન ડ્રાય રન યોજાશે…

Charotar Sandesh

હવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું…

Charotar Sandesh