Charotar Sandesh
સ્પોર્ટ્સ

૯ એપ્રિલથી IPL-2021 શરૂ થશે, ૩૦ મેના રોજ ફાઇનલ રમાશે…

આઇપીએલની તારીખ નક્કી, ગર્વનિંગ કાઉન્સિલમાં મંજૂરીની જોવાતી રાહ…

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની જેમ આઇપીએલમાં પણ ૫૦ ટકા દર્શકોને જ મંજૂરી મળશે…

મુંબઈ : દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલ-ની ૧૪મી સિઝન ૯ એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે આઈપીએલની તારીખ નક્કી થઈ ગઈ છે હવે બસ ગર્વનિંગ કાઉન્સિલમાં તેની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે ૯ એપ્રિલે શરૂ થનાર આ ટૂર્નામેન્ટની ફાઇનલ ૩૦ મે ના રોજ રમાશે. આઈપીએલના કાર્યક્રમ પર અંતિમ મોહર આગામી સપ્તાહે લાગી શકે છે.
ગર્વનિંગ કાઉન્સિલના સદસ્યએ કહ્યું કે અમે ગર્વનિંગ કાઉન્સિલની બેઠક નક્કી કરતા નથી તે જ આઈપીએલના આયોજન સ્થળો અને તારીખો પર અંતિમ નિર્ણય કરશે. આમ તો અમે ૯ એપ્રિલથી ટૂર્નામેન્ટના પ્રારંભની સલાહ આપી છે અને ૩૦ મે ના રોજ ફાઇનલ કરાવવાની વાત કરી છે. જોકે અંતિમ નિર્ણય બેઠકમાં જ થશે. આગામી સપ્તાહ સુધી આઈપીએલ વેન્યૂ અને શેડ્યૂલ પર તસવીર સ્પષ્ટ થઈ શકે છે.
પહેલા વાત ચાલી રહી હતી કે આઈપીએલને મુંબઈમાં રમાડવામાં આવશે. જોકે પછી સમાચાર આવ્યા હતા કે આઈપીએલના મુકાબલા ૬ શહેરોમાં થશે. રિપોટ્‌ર્સ પ્રમાણે બીસીસીઆઈ ૬ શહેરોમાં જ આઈપીએલનું આયોજન કરાવશે. જેમાં અમદાવાદ, ચેન્નઇ, બેંગલોર, નવી દિલ્હી, કોલકાતા અને મુંબઈ સામેલ છે. મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતા રાજ્ય સરકારે બીસીસીઆઇને પૂરી સહાયતા આપવાની વાત કહી છે.
રિપોર્ટ પ્રમાણે ભારત અને ઇંગ્લેન્ડની શ્રેણીની જેમ આઈપીએલમાં પણ ૫૦ ટકા દર્શકોની મંજૂરી રહેશે. હાલમાં જ ચેન્નઈ અને અમદાવાદમાં ૫૦ ટકા દર્શકો સાથે મેચ યોજાઇ હતી.

Related posts

કોરોનાના કારણે ભારતીય ટીમના ૨૦૨૦-૨૧ના ક્રિકેટ શિડ્યુલમાં ફેરફાર થવાની સંભાવના

Charotar Sandesh

વિદેશમાં જીત માટે ટીમને ડબલ પોઈન્ટ્‌સ મળવા જોઈએ : કોહલી

Charotar Sandesh

હાર્દિક પંડ્યા અનફિટ : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાંથી બહાર…

Charotar Sandesh