Charotar Sandesh
બોલિવૂડ

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ નું ટીઝર રીલીઝ…

મુંબઇ : બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર અને કેટરીના કૈફ અભિનિત ફિલ્મ ’સૂર્યવંશી’ આગામી ૨૭ માર્ચે રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે આ ફિલ્મનો પહેલો વીડિઓ ટીઝર પણ સામે આવી ગયો છે. જેમાં ’સૂર્યવંશી’ અક્ષયકુમાર સાથે ’સિંબા’ રણવીર સિંહ અને ’સિંઘમ’ અજય દેવગણ પણ સાથે જોવા મળી રહ્યાં છે.

હકીકતમાં આ વીડિઓ ફિલ્મ સિંબાના એક વર્ષ પૂરા થયાના અવસરે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ૨૭ ડિસેમ્બરે યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ લોકોએ જોયો છે. ’સૂર્યવંશી’ના આ ૫૫ સેકન્ડના વીડીઓ ટીઝરમાં અક્ષય, અજય અને રણવીર એકસાથે દુશ્મનો સાથે ફાઈટ કરતા જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય સ્ટાર્સ એક સાથે પોલીસ વર્દીમાં શાનદાર લાગી રહ્યાં છે.

આ અગાઉ આ જ વર્ષે ઓક્ટોબરમાં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક બહાર પાડવામાં આવ્યો હતો. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં પણ અક્ષય, અજય અને રણવીર એક સાથે જોવા મળ્યાં હતાં. અક્ષય અને કેટરીના સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર, અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર છે અને આ ફિલ્મને રોહિત શેટ્ટી નિર્દેશિત કરી રહ્યાં છે.

Related posts

અમિતાભ બચ્ચને પત્ની જયા અને દિકરી શ્વેતા સાથે એડનું શૂટિંગ કર્યું…

Charotar Sandesh

હૉટ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ સમુદ્ર કિનારે બાલકનીમાં મસ્તી કરતો વિડીયો કર્યો શેર…

Charotar Sandesh

બોબી બાદ સની દેઓલની ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી…

Charotar Sandesh