Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ – જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના આશીર્વાદ સાથે 15મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ભંડારાનો પ્રારંભ થયો છે.સેવાથી લાભાન્વિક યાત્રાળુઓ આશીર્વાદ આપીને સંતો અને ભક્તોને બિરદાવ્યા હતા અને સાત્વિક ભોજનનો પ્રસાદ આપવાનો સંસ્થાનો પ્રયાસની સરાહના કરી છે. સંસ્થાના અધ્યક્ષ દેવપ્રકાશ સ્વામી – મહંત શ્રી સંતવલ્લભદાસ સ્વામી, ગુજરાતમાંથી અગ્રણી સંતો શ્રીનૌતમપ્રકાશ સ્વામીજી અને શ્યામવલ્લભ સ્વામી , પ્રેમ સ્વામી કાશી – અખિલેશ સ્વામી – પંકજ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલ સંસ્થા 200 વર્ષથી વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું મુખ્ય કાર્ય કરી રહી છે. આ સંપ્રદાયમાં 4000 થી વધુ સંસ્કાર મંદિરો છે. 200 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે. સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપદાસજી 100 થી વધુ સેવકોની ટીમ સાથે વડતાલ વતી રામ સેવકોની સેવામાં રોકાયેલા છે.

સ્વામિનારાયણ મંદિર

આ સેવા કાર્યમાં તરુણ ચુગ મહામંત્રી ભાજપ, શૈલેન્દ્રસિંહ, મોન્ટી – રાષ્ટ્રીય કાર્યાલય ભાજપ દિલ્હી

મિથિલેશ ત્રિપાઠી -સંયોજક, શબરી ભંડારા
રણજીત દુબે- ભંડારા પ્રમુખ (જિલ્લા સંયોજક ભાજપ)
અંકિત ત્રિપાઠી- કાઉન્સિલર: દરરોજ પાંચ હજારથી વધુ ભક્તો સવાર, બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.
ગુજરાતની જાણીતી સંસ્થા આપા ગીગા આશ્રમ સતાધારના મહંત વિજયબાપુની સેવાને બિરદાવવામાં આવી રહી છે. સતાધાર આશ્રમ દ્વારા 5મી માર્ચથી 15મી માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.ડો. સંતસ્વામીએ જણાવ્યુ હતુ કે . ત્રણ સમય તાજુ ભોજન પ્રસાદ મળે છે. દાળ ભાત શાક રોટલી , મીઠાઈ ફરસાણ સાથે સાત્વિક ભોજન આપે છે.
તમામ દર્શનાર્થીઓને વિનંતી છે કે તેઓ આ અન્નક્ષેત્રમાં પધારે અને અમને સેવા કરવાની તક આપે.

Other News : તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી

Related posts

તા. ૧૨ જૂલાઈના રોજ આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Charotar Sandesh

રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા ૧૪૦૦૦થી વધુ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૧૨૪ કેસો

Charotar Sandesh

અઢી વર્ષ બાદ આણંદ-નડિયાદથી અમદાવાદ-વડોદરા વચ્ચે ૧૦ જેટલી મેમુ ટ્રેનો આ તારીખથી રાબેતા મુજબ દોડતી થશે

Charotar Sandesh