Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ

મને મળે તો જૂની રમતો મળે, જૂની એ યાદો, સ્મરણો અને મારૂ એ ખોવાઈયલું બાળપણ મળે..!

  • કવિ લાભશંકર ઠાકરે એક નિબંધમાં કહ્યું છે: ‘કોઇ ન પૂછે તો હું મને પૂછું : લાઠા, તારી આ પંચોતેર લગીની આવરદામાં તારાં ક્યાં વર્ષો તને સર્વોત્તમ લાગે છે? આંખના પલકારામાં મારા સ્મૃતિપટમાંથી જવાબ સંભળાય છે: શૈશવનાં.’ લાભશંકરભાઇનો જે અનુભવ છે એવો જ અનુભવ મારો-તમારો-એમનો, એમ સૌનો હોવાનો જ. બાળપણ એક એવો અમૂલ્ય રહસ્યલોક છે, જેને જાણે આપણે કદી પણ પૂરેપૂરો પામી શક્યા હોતા નથી. બાળપણના અવાજો, બાળપણની ગંધ, બાળપણનાં દ્રશ્યો વારંવાર માણસના મનમાં ઊભરાઇ આવે છે.
પહેલાં સમયમાં વેકેશનનું નામ પડે એટેલ મામાનું ઘર યાદ આવતું. આજે આ બધુ જ વિસરાઈ ગયું છે.આજનું  વેકેશન ઘરની ચાર દીવાલોની અંદર મોબાઈલ ફોન લઈ લીધું, એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ આ બધાની વચ્ચે વેકેશનાં એ જૂના દિવસો ક્યાં ખોવાઈ ગયાં ખબર જ નાં પળી.
એક સમય એવો હતો જ્યારે આપણે પોતાના વતન જઇ ને વેકેશનની મોજ માણતા. ત્યારે ગામડામાં એ બાળપણ ક્યારે વીતી જતું ખબર જ નાં પડતી. આજના સમયમાં આપણે જોઈએને ને ત્યારે થાય કે ફરીથી એ બાડપણમાં દિવસો પાછા આવી જાય. આજે  વેકેશન પળે એટલે માબાપ પોતાના બાળકોને એકસ્ટ્રા ક્લાસ શરૂ કરાવી દઈ છે, એ કેમ ભૂલી ગયાં કે વેકેશન એ બાળકોનો સમય છે, આ દિવસો તેના બાળપણનાં સમયને માણવાનાં છે. ત્યારે તેઓ પોતાના બાળકોને આપવો જોઈએ અને તેમણે જૂની રમતો અને પોતાના વતને લઈ જવા જોઈ જ્યાં તમને તમારુ બાળપણ વિતાવ્યું હોય. હા! વેકેશન માત્ર બાળકો માટે જ નહીં પણ બધાને લાગુ પડે છે કારણ કે આ સમયમાં એકબીજાની સાથે રહીને આનદ માણી શકીએ. ત્યારે ચાલો આપણે આજે એ જૂની રમતોને યાદ કરીએ જે આપેન પહેલાં રમતા આજે આ રમતોનું સ્થાન ઓનલાઈન ગેમ લઈ લઈ લીધું છે. પણ ખરી મોજ તો આ રમતો દોસ્તો સાથે રમવાની મોજ આવે એ આજની પબજી ગેમમાં પણ નો આવે… આ વેકેશમાં એ જૂની રામતોને યાદ કરી ફરી એકવાર બાળપણની યાદોમાં જઇ.
પ્રસિદ્ધ લેખક રસ્કિન બોન્ડે એમની બે પંક્તિની કવિતામાં કહ્યું છે: ‘જ્યારે હું બાળક હતો ત્યારે સત્તા અને પ્રસિદ્ધિનાં સપનાં સેવતો હતો. હું વૃદ્ધ થયો છું ત્યારે ફરીથી બાળક બની જવાનું સપનું સેવું છું.’મને યાદ આવે છે મારા બાળપણના એક ઘરની પાછળ કુંભારવાડો આવેલો હતો અને ત્યાંથી દિવસભર ગધેડાંનો ભૂંકવાનો અવાજ સંભળાયા કરતો. બા મીઠા પાણીના કૂવે પાણી ભરવા જતી અને હું એની સાથે ગયો હોઉં ત્યારે એ કૂવામાં મેં પાડેલી કારણ વિનાની બૂમોના પડઘા હજી પણ મને સંભળાય છે. સાંજ પડતાં જ ગામના ચોકમાં આવેલા દરબારગઢમાંથી અસંખ્ય ચામડચીડિયાં ઊડવા લાગતાં અને આખા ચોકના આકાશમાં છવાઇ જતાં. સાંજે મંદિરમાં ઠાકરથાળી થતી અને અમે ઝાલર પર ડંકા મારવા માટે હરીફાઇમાં ઊતરતા. મંદિરની સામે આવેલા ચબૂતરામાં કબૂતરો પાછાં આવવા લાગતાં અને સમજાતું કે મારા બાળપણનો એક આખો વ્યસ્ત દિવસ પૂરો થયો છે. શેરીમાં રમી રમીને ધૂળવાળાં કપડાં અને મેલા પગ લઇને ઘરમાં ઘૂસતી વખતે ફાનસના અજવાળાથી પડતા લાંબા પડછાયાને જોતાં મને દરરોજ લાગતું કે હવે હું મોટો થઇ ગયો કે’વાઉં.’ એ વખતે મને ખબર નહોતી કે ખરેખર મોટા થઇ ગયા પછી મોટા થઇ જવું કેટલું અખરે છે.હવે મોટા થઇ ગયા પછી ધુળેટીની બપોરે ગામનાં ગધેડાંને રંગી નાખવાની મજા મળતી નથી. હવે મારી શેરીમાં બહુરૂપી આવતા નથી. ગામના ચોકમાં નટડા વાંસડા ખોસતા નથી. નવરાત્રિની રાતે કોઇને માતાજી આવેલાં જોઇને મનમાં જે ભક્તિભાવપૂર્ણ છતાં ભયજનક થડકાટ જન્મતો એવો થડકાટ હવે કોઇ વાતે જન્મતો નથી. ખેતરોમાં તીડ આવતાં નથી. ગાયને જોતાં જ એની પૂછડી વાંદવાનું બનતું નથી. કોઇ મદારી ડુગડુગી વગાડીને અમને ભેગા કરતો નથી. ક્યાંયથી ભૂત કે ચૂડેલ આવી ચડશે એવી ભીતી રહી નથી. એ દેવલી ક્યાં હશે, જેના આંગણામાં અમે પકડદાવ રમતાં? જેની ડાળી પરથી એક વાર નાગપંચમીના દિવસે મારા પિતાજીના ખભા પર સાપ પડ્યો હતો એ પીપળો હવે તો કપાઇ ગયો હશે. અંબાજીના મંદિરની પાછળ ઊગેલાં કરેણનાં ફૂલો ક્યારનાં ખરી પડ્યાં છે. મારા ગામના લુહારની કોઢમાં જે છોકરો ધમણની સાંકળ ખેંચે છે એ હું નથી. વગર કારણે દોડવાની સ્પર્ધા કરે એવો કોઇ ભેરુ મારી આજુબાજુ દેખાતો નથી. મારાં ગજવામાં ચણિયા બોર નથી. મેં ચાટેલી ભીંત પર કોઇ ભીના ડાઘ રહ્યા નથી. પહેલા વરસાદને આવકારવા સીમમાં જવું છે, પણ મારી સાથે ચાલવા કોઇ તૈયાર નથી.ઘણું બધું બનતું અને હવે ઘણું બધું નથી બનતું. હું ખૂબ દૂ…ર નીકળી આવ્યો છું જાણે. લાગે છે, જાણે બીજા જ કોઇની વાત છે આ બધી. બાળપણમાં પડાવેલા ફોટા જોઉં છું અને એ ફોટામાં હું મને ઓળખી શકતો નથી. એ ફોટામાં મારી સાથે દેખાતી કેટલીય વ્યક્તિઓ કોણ જાણે ક્યાં ચાલી ગઇ છે.અચાનક સમજાય છે કે એ બધાં એવી જગ્યામાં ચાલ્યાં ગયાં છે, જ્યાં બાળપણ કે ઉંમરની કોઇ પણ અવસ્થા હંમેશને માટે અર્થહીન બની જાય છે. પાછળ રહી જાય છે તે આપણું જીવવું નથી હોતું, પણ બીજાના મનમાં મનમાં આપણા વિશેની બાકી રહી ગયેલી માત્ર થોડી ઘણી યાદો જ હોય છે-એ યાદો પણ ધીરે ધીરે ઝાંખી પડતી જાય છે અને પછી આપણે હંમેશને માટે ભુંસાઇ જઇએ છીએ, જાણે કદી હતા જ નહીં.
પહેલા ની જૂની રમતો રમવામાં મજા કઈક અલગ હતી.  ગિલ્લીડાડી, ક્રિકેટ, નગોલ, થથ્પો દા,ડબો ડૂલ, લખોટી , નદી –પર્વત,ઈંડાકૂકડી ,ગબી ખાડો , ભીતિયો , કલરે કલર કેવો કલર , સાક્ડ , શૉટ-ગો , એક પકડાતાં બે, ચોર પૉલિશ, અને એમાં પણ એ બાડપણની સૌથી મજેદાર રમત એટલે “ ઘર-ઘર”  આ રમત એવિ હતી કે દરેક રમી જ હોય. આ વેકેશનમાં આપણે આ બધી રમતો રમીને આપણે એ જૂના દિવસોને યાદ કરીએ.
તમે આ બાધી રમતો રમી જ હશે, ત્યારે હવે આ વેકેશનનાં સમયમાં આ રમતો તમે રમીને જૂના દીવસોને યાદ કરો. હું જાણું છું તમે આ રમતો નામ વાચીને તમને તમારા જૂના દિવસો યાદ આવી જ ગયાં હશે કારણ કે બધાં લોકોએ પોતાના સમયમાં આ રમતો રમી જ હશે. આજે આ રમતો ગામડાં હજુ રમતાં જોવા મળે તમને પણ શહેરમાં તો બસ ગલીમાં નિકડોતો ભાઈબંધોનું ટોડુ બેઠું હશે પણ ફોનમાં ખોવાયેલા હશે, હા બધાં સાથે પણ હશે પણ ખુદમાં ખોવાયેલા હશે.
આ આટલું વાચીને તમે સમજી ગયાં હશો કે આજે ઘણુંબધુ બદલાઈ ગયું છે , પણ ખોવાઈયું નથી બસ એ જૂની યાદો, જૂની રમતો, જૂના દિવસોને આપણે એક પેટીમાં પૂરીને રાખ્યા છે ત્યારે ચાલો એ બોક્સને  અનબોક્સ  કરીને લાઈફને એન્જોય કરીએ..

બાળપણમાં જવું છે, સમય ક્યાં પાછો વડે છે.
યુવાનીમાં માગ્યા વિનાની બધી પીડા મળે છે.
હોળીના રંગોમાં વિતાવેલા સઘળાં સ્વપ્નો
તારા ચહેરા પર ગુલાબી થઈ ને ફળે છે.
સૂર તો ન આપ્યો પરંતુ સૂરનો ઉઘાડ કર્યો તે,
તમાશો જોવા આજે સમાજ ટોળેવળે છે.
વિદાય વેળાની તારી એ સાજીશ મને ન ગમી
વર્ષોથી દબાવેલો સવાલ આજે સળવળે છે.
જુદાઈની પળે જળ આંખના ખૂણે બાઝ્યું હતું,
આજે પણ મનમાં મિલનની ઈચ્છા ટળવળે છે?
‘સ્નેહદિલ’  સાથે છળ કર્યા પછી આજે પણ
તું દર્પણ સામે રોજ રોજ ખુદને છળે છે.
  • પિન્કેશ પટેલ- “કર્મશીલ ગુજરાત” – નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

World Book Day: અમે, પુસ્તકો અને અમારો પ્રેમ

Charotar Sandesh

श्रावण पूर्णिमा पर भद्रा करण के रात्रिकाल तक रहने और परदिन पूर्णिमा अल्पकाल रहने से रक्षाबंधन और श्रावणी पर्व पर द्विविधा और संशय है ।

Charotar Sandesh

હું પરિણીત મહિલા સાથે રિલેશનશિપમાં છું અને તેના વિના રહી શકતો નથી. શું કરૂ?

Charotar Sandesh