Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના હવાઈમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા છના મોત…

USA : અમેરિકાના હવાઈ રાજ્યમાં જઈ રહેલું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ લાપતા થઈ ગયું હતું. લાપતા થયેલા હેલિકોપ્ટરની ભાળ મળી આવી છે, તેમાંથી છ લોકોના મૃતદેહો પણ મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે હેલિકોપ્ટરમાં સવાર એક પણ વ્યક્તિ જીવીત હોય તેવો કોઈ સંકેત મળ્યા નહતા. તટરક્ષક દળે જણાવ્યું કે કવઈના પાલી તટ પરથી આ છ પ્રવાસીઓ અને એક પાયલોટ હેલિકોપ્ટરમાં રવાના થયા હતા.

ગુરૂવારે સાંજે પ્રવાસીઓ લાપતા થયા હોવાની જાણકારી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. હલિકોપ્ટરમાં સવાર બે પ્રવાસીઓ સગીર વયના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ધુમ્મસ, વરસાદ અને ઢાળ વાળા વિસ્તારના કારણે હેલિકોપ્ટરની શોધખોળમાં મુશ્કેલી પડી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર કંપની સફારી હેલીકોપ્ટર્સે ગુરૂવારે સાંજે છ વાગ્યે તટરક્ષક સાથે સંપર્ક કરીને જણાવ્યું હતું હેલીકોપ્ટરને ૩૦ મિનિટ પહેલા પહોંચવાનું હતું પરંતુ હજી સુધી પહોંચ્યું નથી.

કવઈ પોલીસનું કહેવું છે કે પ્રાથમિક અહેવાલ અનુસાર પાયલોટે કહ્યું હતું કે તેઓ સાંજે ૪.૪૦ વાગ્યે વાઈમિયા કેનિયન વિસ્તારના પ્રવાસ માટે રવાના થઈ રહ્યા છે. આ હેલિકોપ્ટર સાથેનો અંતિમ સંપર્ક હતો. સંઘીય વિમાન પ્રસશનના પ્રવક્તા ઈયાન ગ્રેગરે એક મેઈલ દ્વારા જણાવ્યું કે ચોપરમાં એક ઈલેક્ટ્રોનિક લોકેટર હતું પરંતુ તેનાથી કોઈ સંકેત નહતા મળી શકતા. લોકેટર ઉપકરણોને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતા કે જો તે દુર્ઘટનાગ્રસ્ત થાય તો તરત સક્રિય થઈ જાય.

  • Nilesh Patel

Related posts

USA : ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશેલા ૭ ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ

Charotar Sandesh

ભારતમાં ઓક્સિજનની આપૂર્તિ માટે અમેરિકા મોકલશે એક્સપર્ટ ટીમ…

Charotar Sandesh

અમેરિકાએ ઇરાન પર યુએનના હથિયાર પ્રતિબંધોને ફરીથી લાગૂ કર્યા…

Charotar Sandesh