Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય યુવક સ્વીજલ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત…

USA : ધંધૂકા પંથકના અમેરિકા ખાતે અભ્યાસ કરી રહેલાં યુવકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ધંધુકા તાલુકાના અડવાલ ગામનો વતની સ્વીજલ વિનોદભાઈ પટેલ (ઉં-૨૪) છેલ્લા બે વર્ષથી અમેરિકા ખાતે ઉચ્ચઅભ્યાસ અર્થે ત્યાં જ હતો. તેણે થોડા દિવસ પહેલાં જ કન્સટ્રક્શન ક્ષેત્રના અભ્યાસમાં માસ્ટર ડિગ્રી સાથે અમેરિકાની યુનિવર્સિટીમાંથી પદવી હાંસલ કરી હતી.

સ્વીજલ આગામી ૪ જાન્યુઆરીએ જ તે ભારત પરત ફરવાનો હતો. આખા પરિવારમાં ડિગ્રી સાથે પુત્ર પરત ફરી રહ્યાનો આનંદ પરિવારમાં હતો. ત્યાં જ છેલ્લા ૩-૪ દિવસથી પુત્રનો સંપર્ક ન થઈ શકતો હોવાથી તેના પિતા વિનોદભાઈ તાત્કાલિક અમેરિકા પહોંચી તપાસ કરતાં જાણકારી મળી કે તેમના પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે.

પુત્રના મૃતદેહને જોતાં જ પિતા ભાંગી પડ્યા હતા. અને આ સમાચાર ધંધૂકા ખાતે પરિજનોને મળતાં જ પુત્રની ઓચિંતી વિદાયથી પરિજનો પણ ભાંગી ગયા હતા. જુવાનજોધ પુત્રનું અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકમાં ડૂબી ગયો હતો. તો સમગ્ર પંથકમાં પણ આ સમાચાર વાયુવેગે ફેલાતાં પંથકમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી.

  • Nilesh Patel

Related posts

ચીન ઊંધા માથે પટકાયુઃ ઘૂસણખોરી કરતા બે ફાઇટર જેટને તાઇવાને તોડી પાડ્યા…

Charotar Sandesh

ઓક્સિજન ન મળવાથી ૬ના મોત થતાં જોર્ડનના સ્વાસ્થ્ય મંત્રીનું રાજીનામું…

Charotar Sandesh

જૉનસન એન્ડ જૉનસને કોરોના વૅક્સીનના ટ્રાયલ પર લગાવી રોક…

Charotar Sandesh