Charotar Sandesh
ગુજરાત ચરોતર

આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે ગુજરાતની તમામ RTO કચેરીઓ ચાલુ રહેશે…

વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચનાનુસાર નાગરિકોના હિતમાં રાજ્યની તમામ આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. કચેરીઓ રાબેતા મુજબ તા.૨૮ અને ૨૯ સપ્ટેમ્બર-૨૦૧૯ શનિવાર-રવિવાર સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે.

આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓન લાઇન એપોઇનમેન્ટ લીધી હોય તેવા લર્નીંગ લાયસન્સ અને ડ્રાયવીંગ લાયસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મોટરવાહન અધિનિયમ (સુધારા)-૨૦૧૯ તથા આનુષાંગિક નિયમોના કારણે જાહેર જનતામાં લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી., એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વિગેરે બાબતે ઘણી જાગૃતિ આવી છે. આ પ્રકારની અરજીઓનો નિકાલ માટે તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 

Related posts

શિક્ષકોના વિરોધ સામે ઝૂકી સરકાર : ૮ કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર કરવો પડ્યો રદ્દ

Charotar Sandesh

ઈકો કારના સાઇલેન્સર ચોરતી ધોળકાની ગેંગ બોરસદ તાલુકાના નિસરાયા પાસેથી ઝડપાઈ…

Charotar Sandesh

કોરોના મહામારી વચ્ચે શહેરમાં રાતના ૯ પછી ૩૧ ડિસે.ની ઉજવણી નહીં કરી શકાય…

Charotar Sandesh