ગુજરાતીઓનાં મનપસંદ તહેવાર નવરાત્રીને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હજી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે…
ગુજરાતીઓનાં મનપસંદ તહેવાર નવરાત્રીને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હજી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. જેના કારણે ખેલૈયાઓ તો પરેશાન થઇ રહ્યાં છે સાથે આયોજકો પણ ભારે વરસાદ અને આગામી ચાર દિવસમાં વરસાદની આગાહીને પગલે ચિંતામાં મુકાયા છે. ત્યારે વધુ વરસાદના કારણે આણંદ શહેર સહિત જિલ્લામાં કેટલીક જગ્યાએ ગરબા મોકૂફ રખાઈ તેવી શક્યતા છે.
જેના કારણે બધી જ તૈયારીઓ પાણીમાં ગઇ છે. ગરબા ગ્રાઉન્ડમાં મેદાન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેથી મુખ્યમંચ, સાઉન્ડ તેમજ લાઇટિંગ સિસ્ટમને પણ વરસાદને કારણ અસર પહોંચી છે અને ઇલેક્ટ્રૉનિક્સ સાધનોને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કેટલીક જગ્યાએ આજે ગરબા મોકુફ રાખવામાં આવ્યા છે. તેમજ વડોદરામાં યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ ગરબા રદ્દ કરાયા છે.