Charotar Sandesh
વર્લ્ડ

ઇમરાન ખાનની અમેરિકામાં ફજેતી : ભાષણ વખતે બલૂચિસ્તાનની આઝાદીના નારા લાગ્યા…

ઇમરાન ખાન એક ઓડિટોરિયમમાં લોકોને સંબોધન કરવા પહોંચ્યા હતા…

વાશિંગ્ટન,
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે. જાકે, તેમનો આ પ્રવાસ વધારે સારો નથી રહ્યો. પહેલા તો વોશિંગ્ટન એરપોર્ટ પર તેમના સ્વાગત માટે કોઈ મોટા અધિકારી હાજર ન હતાં, હવે જ્યારે રવિવારે તેઓ અહીં એક ઓડિટોરિયમમાં લોકોને સંબોધન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં બલૂચિસ્તાનના સમર્થકોએ તેમનો જારદાર વિરોધ કર્યો હતો.

ઇમરાન ખાનનું ભાષણ સાંભળવા માટે અમેરિકામાં રહેલા પાકિસ્તાન મૂળના લોકો મોટો સંખ્યામાં ઓડિટોરિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના અમુક યુવકો પોતાની બેઠક પરથી ઉભા થઈને પાકિસ્તાનના વિરોધમાં નારા લગાવવા લાગ્યા હતા. નોંધનીય છે કે અમેરિકામાં રહેતા બલૂચિસ્તાનના લોકો સતત પાકિસ્તાન વિરુદ્ધ અત્યાચારને લઈને અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાન સેના ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.

બાદમાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવતા બલૂચિસ્તાનના અમુક યુવકોને ઓડિટોરિયમની બહાર કાઢવામાં આવ્યા હતા. ઇરાન ખાને પોતાના ભાષણને રોક્્યું ન હતું.

  • Nilesh Patel

Related posts

લંડનમાં ૪૦ કરોડના ખર્ચે ભગવાન જગન્નાથનું મંદિર બનશે…

Charotar Sandesh

અમેરિકામાં વસતા ભારતીયોમાંથી ૬.૫ લાખ લોકો ગરીબી રેખાની નીચે…

Charotar Sandesh

ચીની વાયરસને હરાવવા આપણે બધા એક, મારાથી મોટુ દેશભક્ત કોઈ નહીં : ટ્રમ્પ

Charotar Sandesh