Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈજાગ્રસ્ત વિજય શંકર વર્લ્ડકપમાંથી બહાર, મયંક અગ્રવાલનો સમાવેશ

લંડન,
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકર એડીમાં ઈજાના કારણે વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. અહેવાલ છે કે મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન મળી શકે છે. રવિવારે ઈંગ્લેન્ડની સામે રમાયેલી મેચમાં પણ વિજય શંકરને ઈજાના કારણે સ્થાન નહોતું મળ્યું. તેના સ્થાને રિષભ પંતને સ્થાન મળ્યું હતું.

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, વિજયને જસપ્રીત બુમરાહના બોલથી ફરી એકવાર પગમાં ઈજા થઈ. તેની સ્થિતિ ખૂબ સારી નથી અને તે આ ટૂર્નામેન્ટમાં આગળ રમવા માટે સમક્ષ નહીં હોય. તેને પરત ઘરે મોકલવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજયના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે મયંક અગ્રવાલની માંગ કરી શકે છે. મયંક ઓપનર બેટ્‌સમેન છે. એવામાં તે ટીમમાં આવવાથી કેએલ રાહુલને નંબર ચાર પર બેટિંગ માટે મોકલી શકાશે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯માં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ઓપનર શિખર ધવન બાદ હવે વિજય શંકર પણ વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. આ પહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાના કારણે મેચ નથી રમી શકતો. મળતી માહિતી મુજબ વિજય શંકરને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. વિજય શંકર નેટ્‌સ પર બેટિંગ કરી રહ્યો હતો અને જસપ્રીત બુમરાહનો યોર્કર તેના પગમાં વાગ્યો હતો. બુમરાહના બોલ પર ઈજા થયા બાદ વિજય શંકર નેટથી બહાર ચાલ્યો ગયો હતો. બીસીસીઆઈ સૂત્રના આ નિવેદનથી માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ ટૂંક સમયમાં અગ્રવાલને ઈંગ્લેન્ડ મોકલવાની મંજૂરી આપી દેશે.

Related posts

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયા સાથે ડે-નાઈટ ટેસ્ટ પહેલા રોહિત શર્મા એ કહ્યું- પિંક બોલ ટેસ્ટ પડકારજનક રહેશે…

Charotar Sandesh

મારા કેપ્ટન બન્યા પાછળનું સૌથી મોટુ કારણ ધોની, તેના માર્ગદર્શનથી હું ઘડાયોઃ કોહલી

Charotar Sandesh