Charotar Sandesh
ક્રાઈમ ચરોતર

ઉમરેઠ પોલીસે ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂ ઝડપ્યો : કુલ 1.92 લાખનો મુદ્દામાલ જપ્ત…

ઉમરેઠ,
”કાટ  આવે, પણ ખાંટ ના આવે ”  ઉમરેઠ પોલીસ સ્ટેશનના  પીએસઆઇ આર.એન ખાંટને  સાવલી તરફથી વિદેશી દારૂનો જથ્થો  આવી રહયાની મળેલ ખાનગી બાતમીના પગલે તેમને તેમના પોલીસ સ્ટાફ સાથે લાલપુરા – સાવલી રોડ ઉપર વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
દરમ્યાન સાવલી તરફથી બાતમી જણાવેલ ઇકો કાર આવતા તેને રોકી અંદર તપાસ કરતા સીટની નીચે થી ભારતીય બનાવટની જુદી જુદી કંપનીની દારૂની પેટીઓ મળી આવી હતી કુલ 190 નંગ બોટલોની કિંમત 35.600 નો મુદ્દા માલ મળી આવતા કારમાં સવાર વિજય હઠીભાઈ પરમાર [રહે,નોખા તળાવ,ઓડ] તેમજ અક્ષય વિજય વાઘેલા [ રહે દેવરામપુરા,શીલી ] ની અટકાયત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેમની પાસે થી મળી આવેલ બે નંગ મોબાઇ ફોન, રોકડ તેમજ કાર મળી ઉમરેઠ પોલીસે કુલ 1.92.090નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

Related posts

કોરોનાનો કહેર વચ્ચે આણંદમાં લોકડાઉનનો નિયમ ભંગ : સરદાર ગંજ સહિતના બજારોમાં જામી ભારે ભીડ…!

Charotar Sandesh

હાઈવે નજીક ડીઝલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને મારક હથિયારો સાથે ઝડપી પાડતી વાસદ પોલીસ

Charotar Sandesh

મેઘાની ધબધબાટી : સૌથી વધુ આણંદમાં સાડા 12 અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ ખાબક્યો…

Charotar Sandesh