Charotar Sandesh
ગુજરાત

એસટી વિભાગની આવકમાં ધરખમ વધારો, ૨ દિવસમાં અધધધ…રૂ ૧.૨૩ કરોડની આવક..!

સુરત : રાજ્યમાં દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે. ત્યારે સુરત સહિત અનેક મોટા શહેરોમાં તેની ધામધૂમ પૂર્વકની ઉજવણી શરૂ થઇ છે. તહેવારોમાં રાજ્યના લોકો મીની વેકેશનમાં બહાર ફરવાનું વિચારતા હોય છે. ત્યારે એસટી વિભાગ પણ સતર્ક થઇ ગયું છે. એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામા આવ્યું છે.
દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગે ૫૦ લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી ૧.૨૧ કરોડને પાર થઇ ગઇ હતી. અત્યાર સુધી ૮૫ હજારથી વધુ મુસાફરોએ એસટી બસની સુવિધા લીધી છે.
સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. બીજા દિવસે રૂ ૧.૨૩ કરોડની આવક થઈ હતી. તો ૫૦ હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો હતો. તો પહેલા દિવસે ૫૧ લાખની આવક થઈ હતી. પહેલા દિવસે ૪૨૮ ટ્રીપમાં ૨૧૧૦૬ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના દિવસ સુધી સુરત એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામા આવશે. રોજેરોજ ૪૫૦થી વધુ ટ્રીપો સૌરાષ્ટ્ર તરફ મારવામાં આવી રહી છે. આ સાથે વેકેશન પૂરુ થતા જ એસટી દ્વારા સૌરાષ્ટ્રથી સુરત આવવા માટે પણ સુવિધા ઉભી કરવામા આવી છે.

Related posts

સમગ્ર રાજ્યમાં સીટી સ્કેન કરાવવો હશે તો માત્ર ત્રણ હજાર રૂપિયા જ આપવાના…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીની અમદાવાદ-સુરતને ‘મેટ્રોની ગિફ્ટ’ : વર્ચ્યુઅલ ઇ-ખામૂહૂર્ત કર્યું…

Charotar Sandesh

જલારામ બાપાની જન્મ જયંતીઃ વીરપુર બન્યું જલારામમય, ઘરે ઘરે લોકોએ રંગોળી કરી…

Charotar Sandesh