Charotar Sandesh
ગુજરાત

ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત પ્રથમ : કુલ ઉત્પાદનમાં પ્રદાન ૧૭ ટકા…

છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૨૧%ઃ કર્ણાટક અને યુપીને પણ પછાડ્યું…

ગાંધીનગર : ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં રોલમોડેલ સ્ટેટ બની રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશની કુલ નિકાસમાં ગુજરાતનો જંગી ફાળો રહ્યો છે. હાલ ભારતની કુલ નિકાસમાં ગુજરાત ૨૧% જેટલા માતબર હિસ્સા સાથે અગ્રિમ હરોળમાં છે. ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતના ડંકા વાગી રહ્યા છે. છેલ્લાં નાણાકીય વર્ષમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોને પાછળ છોડીને ૧૬.૮૧%ના દરથી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જે પાછળ ઔદ્યોગિક ક્ષેત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો અને યોજનાઓ જવાબદાર છે.
સરકારના સત્તાવાર સૂત્રો જણાવે છે કે વિજય રૂપાણીનાં મુખ્યમંત્રી બન્યા બાદ ભારતની કુલ નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં દુનિયાનાં કુલ ૨૧૭ દેશોમાં ૪.૭૧ લાખ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે.
નેવર બિફોર વર્લ્ડ ક્લાસ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કારણે ગુજરાતનો દેશની કુલ નિકાસમાં મહત્વપૂર્ણ ફાળો નોંધાયો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની નિકાસમાં ગુજરાત ૩૯% હિસ્સા સાથે દેશમાં પ્રથમ સ્થાને છે, ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસમાં ગુજરાત ૫૩% હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે.
ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે કે, આ વર્ષે ક્રિસિલ સ્ટેટ ઓફ ગ્રોથ ૨.૦ રિપોર્ટ મુજબ જીએસડીપી વિકાસ દર, નાણાંકીય શિસ્ત અને વ્યવસ્થાપન, રોજગારી સર્જન તેમજ મોંઘવારીને કાબૂમાં રાખવી જેવા અગત્યના માપદંડોમાં ગુજરાત દેશભરમાં મોખરે છે.
વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭નાં પાંચ વર્ષ દરમિયાન, વર્ષ ૨૦૧૧-૧૨નાં સ્થિર ભાવે ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિદર ૯.૯% રહ્યો છે, જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો છે, જેને જાળવી રાખતાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્યના અર્થતંત્રનો વૃદ્ધિદર ૧૧.૨% રહ્યો છે. દેશની પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના જીડીપીમાં ૭.૮% હિસ્સો ધરાવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં દેશની કુલ નિકાસમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે. દેશની કુલ નિકાસમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતનો હિસ્સો ૧૯% હતો, જે વધીને ૨૦૧૭-૧૮માં ૨૦% થયો હતો અને હવે ચાલુ વર્ષે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૨૧% જેટલો થયો હોવાનો દાવો સરકારી સૂત્રો કરી રહ્યા છે.

Related posts

દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો અનોખો કિમીયો : કોફીના જથ્થાની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી !

Charotar Sandesh

સુરેન્દ્રનગર : માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મહામંત્રી ભગીરથસિંહ રાણા દ્વારા દીકરી દત્તક લેવાઈ

Charotar Sandesh

વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે વધતા પેટ્રોલના ભાવ મુદ્દે સાયકલ પર પ્રચાર કર્યો…

Charotar Sandesh