ટ્રક ચાલક કારનો ખુરદો બોલાવી ટ્રક લઈ ચાલક ફરાર થઈ ગયો…
કપડવંજ : મોડાસા રોડ પર કપડવંજ જીઆઇડીસી પાસે વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં કારમાં બેસેલા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર હોવાથી તેમને તાત્કાલિક અરવલ્લીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતના કારણે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. ટ્રક ચાલક કારનો ખુરદો બોલાવી ટ્રક લઈ ચાલક ફરાર થઈ ગયો હતો. કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કપડવંજના અંકલઈ ગામમાં રહેતા પરિવારના સભ્યો બાયડમાં એક સંબંધીની સ્મશાન યાત્રામાં હાજરી આપવા જઈ રહ્યા હતા. રેલ્વે ફાટક પાસે એક ટ્રક ચાલકે કારને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા અને એક પુરૂષનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ૩ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અરવલ્લીની વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતાં હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.