Charotar Sandesh
ઈન્ડિયા

કલમ-૩૭૦ હટાવવાથી કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થશે : અમિત શાહ

બિલ રજૂ કરતી વખતે મનમાં ડર હતો કે રાજ્યસભામાં શું થશે : ગૃહમંત્રી

ચેન્નાઇ,
ગૃહ મંત્રી અમિત શાહે આજે ચેન્નાઈમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના કાર્યકાળના બે વર્ષ પૂરા થવા પર પુસ્તક વિમોચન કર્યું. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મોદીજીએ જમ્મુ અને કાશ્મીરને કલમ ૩૭૦થી મુક્ત કરી દીધુ. હવે મને વિશ્વાસ છે કે રાજ્યમાંથી આતંકવાદ પણ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કલમ ૩૭૦ હટ્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ થશે.
પુસ્તકનું વિમોચન કર્યાં બાદ ગૃહ મંત્રી અમિત શાહે કલમ ૩૭૦ નાબુદી પર કહ્યું કે ગૃહ મંત્રી તરીકે મારા મનમાં જરાય સંકોત ન હતો કે શું થશે. કારણ કે તેનાથી કાશ્મીરનો વિકાસ થશે. પરંતુ એ ડર જરૂર હતો કે રાજ્યસભામાં શું થશે. વેંકૈયાજીના કારણે જ બધાએ તેનુ સમર્થન કર્યું. મને વિશ્વાસ છે કે હવે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાતમો થશે અને આ રાજ્ય પણ વિકાસના રસ્તે આગળ વધશે.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ પુસ્તકનું ટાઈટલ નહીં પરંતુ તેમના બે વર્ષના કાર્યકાળ અને તેમના જીવનની વ્યાખ્યા કરતું ટાઈટલ છે. હું આજે એક વાત જરૂર કહેવા માંગુ છું કે વેંકૈયાજીનું જીવન અનુકરણીય છે. આદર્શ જીવન છે. વેંકૈયાજીએ કલમ ૩૭૦ હટાવવા માટે આંદોલન કર્યું હતું અને હવે આજે જ્યારે આ પ્રસ્તાવ આવ્યો ત્યારે તેઓ રાજ્યસભાના સભાપતિ છે.
અમિત શાહે આ ઉપરાંત જણાવ્યું કે, જીવનમાં સાંભળવું, શીખવું અને સમાજનું નેતૃત્વ કરવું, એ કેવી રીતે કરી શકો, તેનો એક આદર્શ શ્રી વેંકૈયા નાયડૂએ આ દેશની યુવા પેઢીની સામે રાખ્યું છે. આજે એક વાત ચોક્કસપણે જણાવવા માંગીશ કે વેંકૈયાજીનું જીવન વિદ્યાર્થી કાલથી લઈને આજ ઉપરાષ્ટ્રપતિ સુીધ પહોંચવાનું જીવન રાજનીતિમાં કામ કરનારા તમામ યુવા કાર્યકર્તાઓ માટે અનુકરણીય છે.
રાજ્યસભામાં કોગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો પરંતુ આ બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયુ હતું. ત્યારબાદ બિલને લોકસભામાંથી મંજૂરી મળી હતી.
બીજીબાજુ કલમ ૩૭૦ પર થયેલા ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીર ઘાટીની સ્થિતિમાં સુધારો થતો જોવા મળ્યો છે. ૧૨મી ઑગસ્ટના રોજ બકરીઇદના તહેવારને જોતા કાશ્મીર ઘાટીના કેટલાંય જિલ્લામાં કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી છે. આ દરમ્યાન શ્રીનગર, અનંતનાગ, બડગામ જિલ્લામાં લોકોને રસ્તા પર નીકળવાની મંજૂરી છે. સામાન્ય લોકોને બજારમાં વસ્તુ ખરીદતા અને જાહેર સ્થોળ પર ફરતા દેખાયા.

Related posts

ખેડૂત આંદોલનમાં તિરાડ : રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા અલગ થયા…

Charotar Sandesh

દેશમાં મોટા પાયે લોકડાઉન નહીં લાગે : નાણામંત્રી નિર્મલા સીતારામણ

Charotar Sandesh

દુનિયાભરમાં સૌથી વધુ રસીકરણ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત…

Charotar Sandesh