અહીં અનેક એવી જગ્યાઓ છે જ્યાં જઈને તમને આધ્યાત્મિકતાનો અહેસાસ થશે…
સોમનાથ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. આ એવી પવિત્ર ભૂમિ છે જ્યાં જઈને તમને શાંતિનો અનુભવ થશે. સમુદ્ર કિનારે બનેલું આ મંદિર ખૂબ જ રમણીય છે.
જગત મંદિર, દ્વારકા
ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે દ્વારકા. અને તેમનું ધામ એટલે જગત મંદિર. અહીં આવીને તમને લાગશે કે જાણે સાક્ષાત ભગવાન અહીં બીરાજે છે.
અક્ષરધામ, ગાંધીનગર
BAPSએ બંધાવેલું આ સ્વામિનારાયણ મંદિર ખૂબ જ ભવ્ય છે. ગુજરાતના હિન્દુ ધર્મોના મંદિરઓમાં સૌથી વિશાળ એવું મંદિર પૂજ્ય પ્રમુખ સ્વામીએ બંધાવ્યું છે. અહીં રાખવામાં આવેલું પ્રદર્શન અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જોવાલાયક છે.
કીર્તિ મંદિર
મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર. સાથે આ શહેર કૃષ્ણ સખા સુદામા સાથે પણ જોડાયેલું છે. પહેલા આ નગરી સુદામાપુરી તરીકે પણ ઓળખાતું હતું. અહીં કીર્તિમંદિર આવેલું છે. જે ગાંધીજીની સ્મૃતિમાં છે. સાથે સાંદીપિની આશ્રમ અને બીચ પણ છે.
પાવાગઢ
ગાંધીનગરથી 170 કિમી દૂર આવેલા આ સ્થળે મહાકાળી માતા બિરાજે છે. પાવાગઢ પર્વત પર માતાનું સ્થાનક છે. જ્યારે તેની તળેટીમાં ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. આખા વર્ષ દરમિયાન અને ખાસ કરીને નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અહીં પગથિયા ચડીને પણ મંદિર સુધી પહોંચી શકાય છે. સાથે રોપ-વેની પણ વ્યવસ્થા છે.
સુર્ય મંદિર, વડોદરા
વડોદરાના બોરસદમાં આવેલું સુર્ય મંદિર સૂર્ય દેવતાને સમર્પિત છે. અહીં તમને ખૂબ જ પોઝિટિવ વાઈબ્રેશન્સ મળશે.
ચાંપાનેરના જૈન મંદિરો
ચાંપાનેરમાં મોટા પ્રમાણમાં જૈન મંદિરો આવેલા છે. આ મંદિરો 14મી અને 15મી સદીમાં બનેલા છે.
રૂક્મણિ મંદિર
દ્વારકામાં આવેલું રૂક્મણિ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂક્મણિનું છે. આ મંદિર કારીગરીનો ઉત્તમ નમૂનો છે. આ મંદિરમાં તમને પવિત્રતાનો અહેસાસ થશે.