Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

ચાર્જ કરવા મૂકેલા મોબાઇલમાંથી કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું..!!

  • એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો

વડોદરા,

ચાર્જ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા લોકો માટે વડોદરા શહેરમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે.
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી(૧૮) ભાડાના મકાનમાં રહેતો હતો. અને ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો. એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો.

શિવભારતીએ ચિસો પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. અને શિવને તુરંત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

Related posts

આણંદ જિલ્લા પોલીસવડાએ એસઓજી પીઆઈ સહિત ૧૩ પીએસઆઈની બદલીનો હુકમ કર્યો…

Charotar Sandesh

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Charotar Sandesh

આણંદ ખાતે એક વાલી બાળક સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીના હુકમો એનાયત

Charotar Sandesh