Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ચોથા ચરણના મતદાનમાં આ રાજ્યમાં હિંસા વચ્ચે થઇ રહ્યું છે ભારે મતદાન

લોકસભા ચૂંટણીમાં ચોથા ચરણમાં 9 રાજ્યોની 72 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. ગત વખતની જેમ આ વખતે પણ પ.બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બંગાળના આસનસોલમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની કાર પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો જેમાં તેમની કારના કાચ તૂટ્યા હતા. જો કે આ મામલે કોઇને ઇજા થવાના અહેવાલ મળ્યા નથી. અહીંથી બાબુલ સુપ્રિમો અને મુનમુન સેન સામસામે થઇ રહ્યાં છે. પ.બંગાળમાં ભારે મતદાન થઇ રહ્યું છે અને 11 વાગ્યા સુધીમાં 34 % મતદાન નોંધાયું છે.

બાબુલ સુપ્રિયોએ TMC પર હિંસાનો આરોપ લગાડ્યો છે. આ ઉપરાંત આસનસોલનવા જેમુઆમાં એક પોલિંગ બુથ પર લોકોએ વોટ નહીં નાખવાનો નિર્ણય કર્યો હતો કારણ કે બુથ પર સુરક્ષા વ્યવસ્થા હતી નહીં. કેટલાક બુથો પર TMCના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

આસનસોલમાં એક બુથ પર BJPનો કોઇ પોલિંગ એજન્ટ હાજર રહી શક્યો ન હતો. આ બુથ પર TMC કાર્યકર્તા અને QRFના જવાનો વચ્ચે બોલાચાલી બાદ જવાનોએ લાઠીચાર્જ કર્યો હતો.

Related posts

મહારાષ્ટ્રમાં ભયજનક સ્થિતિ, ઠાકરેએ મોદીને ફોન કરી કહ્યું- ઓક્સિજનની તાતી જરૂર…

Charotar Sandesh

જીએસટી કાયદો છે તેને ગાળો ન આપો : નિર્મલા સીતારમણ

Charotar Sandesh

કોરોના મહા સંકટ : હવે દેશમાં દર કલાકે ત્રણના મોત..! છેલ્લા ૨૪ કલાકમાં ૭૩ના મોત…

Charotar Sandesh