Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ કાશ્મીરમાં મોટી નવાજૂનીનાં એંધાણ : 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ : તમામ પરીક્ષાઓ કેન્સલ…

મોટી સંખ્યામાં અર્ધ સૈનિક દળની તૈનાતી અને દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ અને રાજ્યના સ્થાનિક તમામ પક્ષોની મિટિંગ વચ્ચે મોટો નિર્ણંય કરાયો છે સમગ્ર  કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને સાથે જ  કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી નખાઈ છે.

જમ્મુ કાશ્મીરમાં હાલની અકિલા સ્થિતિને ધ્યાને રાખી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં સ્થિત તમામ યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી લેવામાં આવનારી તમામ પરીક્ષા પોસ્ટપોન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરમાં વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે તથા તમામ પર્યટકોને જમ્મુ કાશ્મીર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય હોટેલમાં ચૂસ્ત ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

સ્વદેશી કોવેક્સિનને બીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી, ૭ સપ્ટેમ્બરથી થશે શરૂ…

Charotar Sandesh

જેનિફર વિન્ગેટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ વધુ તસવીરો

Charotar Sandesh

સલમાનનો બાઇક સ્ટંટ ‘ઘોસ્ટ રાઇડર’ની કોપી હોવાની અટકળો

Charotar Sandesh